Gujarat assembly By election: ગુજરાતની આટલી વિધાનસભા બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી, જાણો
બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
Assembly By election: બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી.
બેઠક | નામ | કયાં પક્ષમાંથી આપ્યું રાજીનામું |
વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અપક્ષ |
માણાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ |
ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ |
વિજાપુર | સી.જે.ચાવડા | કોંગ્રેસ |
પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો પર જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી હતી. અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી.
બાદમાં અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા ગુજરાતની 6 બેઠકો ખાલી પડી છે. જેમાં 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપતા અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે. ગુજરાતાં હાલ 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત છે. વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હાલ આ બેઠક પર પેટા ચૂટંણીની જાહેરાત કરવામાં આવી નથી.