C.R. પાટીલે ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાને સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ, જાણો કોણ છે આ નેતા અને શું છે કારણ?
મૂળ બનાસકાંઠા જીલ્લાના તેજાભાઈ પટેલ સહિત ત્રણેય નેતાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સપાચો બોલાવીને ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે બનાસ બેન્કની ચૂંટણીને મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચ્યો છે. પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાઘ્યક્ષ તેજાભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપનો મેન્ડેડ હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા ત્રણેયને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.
મૂળ બનાસકાંઠા જીલ્લાના તેજાભાઈ પટેલ સહિત ત્રણેય નેતાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની સભ્યોની ચૂટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા નિશ્ચિત થયેલાં નામો મુદ્દે તેજાભાઈએ બળવો કર્યો હતો. તેમણે ભારતીય જનતા પક્ષના સતાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેથી પાટીલે શિસ્તભંગના પગલાંરૂપે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
આ અગાઉ 3 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપ દ્વારા તેજાભાઈને નોટીસ સાથે ખુલાસો કરવા કહેવાયું હતું પણ તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં ખુલાસો ન કરતાં સસ્પેન્ડ કરી દેવાયા છે.
રાજકોટમાં ભાજપના ક્યા સાંસદે પાટીલના કાર્યક્રમ પહેલાં ઠાલવ્યો આક્રોશ, ભાજપના નેતાઓના ડરથી કાર્યકરો........
રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમ પહેલાં ભાજપનાં બે જુથ વચ્ચેનો ગજગ્રાહ બહાર આવ્યો છે. પાટીલના કાર્યક્રમના સંકલનની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આકરા પાણીએ હતા અને તેમણે બેઠકમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
રામભાઈ મોકરિયાએ કહ્યું કે, રાજકોચના કેટલાક કાર્યકર્તાઓ મારા બંગલે રજૂઆત કરવા આવતા ડરે છે. તેમણે કહ્યું કે, રાજકોટ શહેર ભાજપના નેતાઓના ડરથી તેઓ મારી પાસે રજૂઆત કરવા આવતા નથી. રામ મોરકિયાએ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ કોઇનાથી ડરવાની જરૂર નથી, કાર્યકર્તાઓ પક્ષની હિંમત છે.