શોધખોળ કરો

C.R. પાટિલ ભાજપના 7 મોરચા પ્રમુખોમાંથી ક્યા 5 પ્રમુખોનાં પત્તાં કાપી રવાના કરશે ? કોણ બે રીપીટ કરાય તેવી શક્યતા ?

મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતિબેન પડ્યા ને ફરી રિપીટ કરી શકાય તેવી શક્યતા છે.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટિલે સંગઠનની નિમણૂકોની ક્વાયત હાથ ધરી છે ત્યારે પાટિલ ગુજરાત ભાજપનાં મોટા ભાગના મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી મનાય છે. ભાજપનાં સૂત્રોના મતે, ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે. મોટા ભાગના મોરચાઓની નિષ્ક્રિયતા અને પાછલા દિવસોમા કોઈ ખાસ કામગીરી ન કરી હોવાથી  મોટાભાગના મોરચા પ્રમુખો બદલાશે એ નક્કી મનાય છે. આ પૈકી સૌLr પહેલી તવાઈ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ પર આવશે. ઋત્વિજ પટેલ બદલાશે એ નક્કી મનાય છે. યુવા મોરચા દ્રારા કોઈ નોંધપાત્ર કહી શકાય તેવા મોટા કાર્યક્રમો નથી કરાયા કે કોઈ જવાબદારી નથી નિભાવાઈ. યુવા મોરચો અને તેનાં હોદેદારો વિવાદોમાં પણ રહ્યાં તેથી ઋથ્વિજ પટેલની બાદબાકી નક્કી છે. મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતિબેન પડ્યા ને ફરી રિપીટ કરી શકાય તેવી શક્યતા છે. તેમણે રાષ્ટ્રીય મહિલા સંમેલન થી લઇ તેમણે અનેક નાનાં મોટા કાર્યક્રમો હાથ ધર્યા છે. અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ શંભુ પ્રસાદ ટુંડીયા બદલાય તેવી શક્યતા છે. અનુસૂચિત જાતી સમુદાયના આંદોલન થી લઈ અનુસૂચિત જાતીની વોટબેન્કને આકર્ષિત કરવામાં અનુસૂચિત જાતિ મોરચો સદંતર નિષ્ફળ રહ્યો છે જેના કારણે આ મોરચા પ્રમુખને બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનુસૂચિત જાતિ મોરચાના જેવી સ્થિતિ અનુસુચિત જન જાતિ મોરચાની પણ છે. દલિત આંદોલન જેમ અનુસૂચિત જનજાતિ મોરચો પણ આદિવાસીઓને અવાજ બનવામાં અને આદિવાસી આંદોલન રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે તેથી મોતીભાઈ વસાવાને બદલાશે. બક્ષીપંચ મોરચો પણ ગુજરાત નો બહુ મોટો સમુદાય એવો બક્ષીપંચ ને આકર્ષવા માટે કે તે સંદર્ભના કાર્યક્રમો કરવામાં નિષ્ફળ રહ્યો છે જેથી મોરચાના દિનેશ અનાવાડીયાને પણ બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે. કિસાન મોરચાનાં પ્રમુખ બાબુભાઈ જેબલીયા બદલાશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જ કોઈ બીજા નેત ને કિસાન મોરચાની જવાબદારી આપવામા આવશે. ગુજરાતમાં અનેક વખત કિસાનો અને ખેડૂતોના આંદોલનો થયા. આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં કિસાન મોરચાની નિષ્ક્રિયતા જોવા મળી.. ભાજપ સંબંધી કિસાન મોરચાના કોઈ મોટા કાર્યક્રમો નથી થયા. લઘુમતી મોરચો પણ લઘુમતી સમુદાય અને આકર્ષિત કરવામાં એક પ્રકારે નિષ્ફળ રહ્યો છે. ભાજપ સાથે જોડાયેલા લઘુમતી સમાજના કોઈ મોટા કાર્યક્રમો કે આયોજનો પણ નથી યોજાયા પણ ગુજરાતમાં અનેક વખત ખેડૂતોના મોટા લઘુમતિ મોરચાવા પ્રમુખ મહેબૂબઅલી ચિશ્તી સુરતના છે અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની નજીક હોવાથી તેમને ફરી એક વખત મોકો આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget