શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ, બેના મોત, બે લાપતા
બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમા આજે વરસારના પાણી ભરાયા હતા. ત્યાર ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહીત સાત વ્યકીતઓ મુસાફરી કરી રહયા હતા.
ભાવનગરઃ ભાવનગરના અખલોલ પુલ પાસે કાર અકસ્માતમાં 3 લોકો ગુમ થઈ ગયા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા આ અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે. મારૂતી ઇકો કાર પાણીમા તણાતા ચાલક સહીત 7 વ્યક્તિઓ ધસમસતા પાણીમા ગરકાવ થયા હતા. કારમાં બેસેલા લોકોએ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનીક લોકોએ 3 લોકોને બચાવી લીધા હતા જ્યારે 4 હજુ લાપતા છે. ફાયર બ્રીગ્રેડ દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી છે.
બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમા આજે વરસારના પાણી ભરાયા હતા. ત્યાર ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહીત સાત વ્યકીતઓ મુસાફરી કરી રહયા હતા. કારમાં ચાલક કેયુરભાઇ, રીટાબેન, આરાધ્યા, લતાબેન, ચેતનભાઇ ,દીનેશભાઇ અને નેહાબેન હતા. તેઓની કાર આખલોલ નદીમા પાણીના પ્રવાહમા બંધપડી જતા તેમા બેઠેલા લોકો તેને ધકકો મારવા પાણીમા ઉતર્યા હતા.
પાણીનો પ્રવાહ આવતા ઈકો કાર સાથે બધા લોકો તણાવા લાગ્યા. જોકે સ્થાનીક લોકોને જાણ થતા હાજર લોકોમાથી એક યુવકે જાનના જોખમે પાણીમાં કુદીને ચેતનભાઇ ઉમરાળીયા, દિનેશભાઇ અને નેહાબેન અને કેયુરભાઇને બચાવી લીધા હતા. જયારે રીટાબેન, આરાધ્યા અને લતાબેન પાણીમા લાપતા બન્યા હતા. જેની ફાયર બિગ્રેડે શોધખોળ હાથ ધરી છે. છેલ્લે મળતી માહિતી મુજબ રીટાબેન સહિત બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ બે લોકો લાપતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement