શોધખોળ કરો
Advertisement
કોરોના રસી માટે કેન્દ્ર સરકારની જડબેસલાક વ્યવસ્થા, એક ફોર્મમાં 20 જેટલી વિગતો.....
આધારકાર્ડ પરનો નંબર સ્કેન કર્યા બાદ હેલ્થ વર્કર વેકસીન લઈ શકે તે પ્રકારનું આયોજન કેંદ્રએ કર્યું છે.
કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકારે જડબેસલાક વ્યવસ્થા કરી છે. કોરોના વેકસીન ટાસ્ક ફોર્સ મારફતે તમામ હોસ્પિટલ કર્મચારીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. હેલ્થ વર્કરની તમામ વિગત ભરેલું ફોર્મ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
એક ફોર્મમાં 20 જેટલી વિગતો એક હેલ્થ વર્કરએ ભરવાની રહેશે. ગુપ્તતા જળવાઈ રહે તે માટે આધારકાર્ડ નંબર આપવાના રહેશે. આધારકાર્ડ પરનો નંબર સ્કેન કર્યા બાદ હેલ્થ વર્કર વેકસીન લઈ શકે તે પ્રકારનું આયોજન કેંદ્રએ કર્યું છે. વેકસીનેશનની કાળાબજારી રોકવા ત્રણ સ્તરીય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
નોંધનીય છે કે, બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સિન ફાઇઝરના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે અને આ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. ભારતમાં પણ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન મળવાની આશા છે.
એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું- ભારતીય રેગ્યુલેટર જલ્દીથી આપી શકે છે મંજૂરી. એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, વેક્સિન સમગ્ર રીતે સેફ છે અને સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, તેમને આશા છે કે, આ મહિનાના અંતથી લઇને આગામી મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આશા છે કે, ભારતીય નિયામક આના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે. ત્યારબાદ આપણે લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરશું. તેમણે કહ્યું, અમારી પાસે આ વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે.
ગુલેરિયાએ જણાવ્યું કે, 70-80 હજાર વાલંટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઇપર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા નથી મળ્યા અને વેક્સિન સેફ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement