શોધખોળ કરો

Chandipur Virus Outbreak: રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, જાણો વિગત

Latest Chandipura Virus News: આરોગ્ય વિભાગને જાણ થતાં કિશોરના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. કિશોરને ઝાડા-ઉલટી, ચક્કર આવતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Chandipura Virus Latest News: રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાહાકાર (chandipura virus outbreak in Gujarat) મચાવ્યો છે જેમાં અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં (chandipura virus spreads more than 20 districts of state) ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. સાબરકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે.  આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. દાંતીવાડા ખાતે 16 વર્ષીય કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગને જાણ થતાં કિશોરના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. કિશોરને ઝાડા-ઉલટી, ચક્કર આવતાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવામાં આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

રાજ્યમાં સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ચાંદીપુરા કેસ મળી આવેલા તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ સહિત મકાનોમાં તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.  

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે અમદાવાદ શહેરમાં 3 બાળકોના મોત, પંચમહાલ-મોરબીમાં 2-2 બાળકોના મોત, મહીસાગર-મહેસાણામાં 1- 1 બાળકનું મોત, સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં 1-1 બાળકનું મોત, દાહોદમાં 2, દ્વારકામાં 1 બાળકનું મોત, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 બાળકનું મોત, સાબરકાંઠામાં ચાદીપુરાથી 1 દર્દીનું મોત, અરવલ્લી અને રાજકોટમાં 2-2 બાળકોના મોત અને રાજસ્થાનના 1 બાળકનું પણ મોત થયુ છે.

શું છે ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ

થોડા દિવસ પહેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?Ambaji Accident News | અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત,  28થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
Embed widget