Examination System Change :ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં થયો ધરખમ ફેરફાર, જાણો ડિટેઇલ
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.
ગાંધીનગર:ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેસ રહેશે. હવે કોમ્પ્યુટર પર જ ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે.ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ નક્કી કરી છે. TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેશે. બીટગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. સાડા ચાર લાખ ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા ઓનલાઈન આપશે.
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં સૌથી મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે ત્યારે abp asmita એ અમદાવાદ શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સાથે વાત કરી અમદાવાદમાં ઉમેદવારો સેવા પસંદગી મંડળના નિર્ણયને આવકારી રહ્યા છે. જોકે સાથે સાથે ઓનલાઇન પરીક્ષા પડકારો પણ જણાવ્યા. ઉમેદવારોનું કહેવું છે કે આમ તો ટેકનોલોજીના યુગમાં મોબાઇલ, કોમ્પ્યુટર અને લેપટોપથી બધા વાફેફ હોય છે, પરંતુ જ્યારે વાત જાહેર પરીક્ષાની આવે ત્યારે તેના માટે કેટલીક બાબતો મહત્વની બની જાય છે. જેથી પરીક્ષા સંદર્ભે ઉમેદવારોને યોગ્ય રીતે તૈયાર કરવા એ સૌથી મહત્વની બાબત છે. અત્યાર સુધી પરીક્ષામાં ગેરરીતી અથવા તો પેપર લીક થવાની ઘટનાઓ સામે આવતી પરંતુ હવે ઓનલાઇન પરીક્ષામાં આ બાબત નહીં બને. સાથે જ મહત્વની વાત એ છે કે ઓનલાઇન પરીક્ષા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કોમ્પ્યુટર લેબની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી જરૂરી બનશે કારણ કે જાહેર પરીક્ષામાં મોટી સંખ્યાના ઉમેદવારો હોય છે. જેથી એક જ દિવસમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને પાર પાડવી એ મોટો પડકાર બની રહેશે.
આ પણ વાંચો
સુરંગમાં ફસાયેલા પુત્રની 17 દિવસ સુધી રાહ જોઈ, બચાવના થોડા જ સમય પહેલા પિતાનું મોત
China Diseases: ચીનમાં ફેલાયેલી બિમારીથી ગુજરાત સરકાર એલર્ટ, તાત્કાલિક ઉભી કરાઇ આ ખાસ વ્યવસ્થા