ChhotaUdepur : ફેરકુવા અને જોડાવાંટ ગામે MGVCLની બેદરકારીને કારણે ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાની સંભાવના
ChhotaUdepur News : ખેડૂતોનો આક્ષેપ છે કે એક અઠવાડિયા પહેલા વાવાઝોડાને કારણે વીજપોલ પડી ગયા હતા જેના કારણે સમગ્ર પંથકમાં ખેતીની વીજળી બંધ છે.
ChhotaUdepur : છોટાઉદેપુર જિલ્લાના ફેરકુવા અને જોડાવાંટ ગામે વીજ કંપની MGVCLની બેદરકારીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક અઠવાડિયાથી તૂટી પડેલા વીજપોલ અને વીજ લાઈનનું સમારકામ ન કરવામાં આવતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જાય તેવી ચિંતા સેવાઈ રહી છે
એક અઠવાડિયાથી વીજળી બંધ
ફેરકુવા અને જોડાવાંટ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે એક અઠવાડિયા પહેલા વાવાઝોડાને કારણે વીજપોલ પડી ગયા હતા જેના કારણે સમગ્ર પંથકમાં ખેતીની વીજળી બંધ છે. મહત્વની વાત એ છે આ વિસ્તારમાં વહેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાયો જેને લઈ હાલ વાવણી ને બચાવવા પાણીની તાતી જરૂર છે અને આવા કપરા સમયે વીજળી ન હોવાને કારણે ખેડૂતોને મોટું નુકશાન થાય તેવી ચિંતા સતાવી રહી છે.
MGVCLના અધિકારીઓ અજાણ
ફેરકુવા અને જોડાવાંટ ગામમાં કુવા, બોરવેલમાં પાણી છે પરંતુ લાઈટ જ નથી તો પાણી કેવી રીતે અપાય. તૂટેલા વીજપોલ અને વીજ વાયરો નેશનલ હાઈવેની નજીક જ પડ્યા છે. પરંતુ વારંવાર વીજ કંપનીને રજૂઆતો કરવા બાદ પણ કોઈ નિકાલ આવતો નથી.
એક તરફ વરસાદ ન આવતા કુદરતનો માર અને બીજી તરફ વીજ કંપનીની બેદરકારીના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જો કે MGVCLના અધિકારીઓ ઘટનાથી અત્યારસુધી અંજાણ હોવાનું જણાવી ઝડપી કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.
પીએમ મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પીએમ મોદીના હસ્તે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો આજે 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા.