શોધખોળ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડરસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરી હતી.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડરસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રી શનિવારે મહિસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.

ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતાં. આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે. 

આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 125 ગામોના 133 તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને 8100 હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવાનો હેતુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન 40 લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી.  

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ  રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી  કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવ એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર  નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
Embed widget