શોધખોળ કરો
ઉત્તરાયણ પહેલા ચાઈનિઝ તુક્કલ અને માંજા પર પ્રતિબંધ મુકવાની CM રૂપાણીએ કરી જાહેરાત
ગુજરાતમાં તાત્કાલિક અસરથી ચાઈનીઝ તુક્કલ અને પ્લાસ્ટિકની દોરીના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ગાંધીનગરછ: ગુજરાતમાં તાત્કાલિક અસરથી ચાઈનીઝ તુક્કલ અને પ્લાસ્ટિકની દોરીના ખરીદ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણ પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાયણ નજીક હોવાથી ચાઈનીઝ દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે.
સીઆરપીસી કલમ અંતર્ગત સત્તા મળતાં પોલીસ હવે કાયદાકીય કાર્યવાહી કરશે. ચાઈનીઝ દોરી ખરીદતા કે વેચતા પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત બાદ પોલીસ આ વર્ષે એલર્ટ બને તેવી સંભાવના છે. મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી CRPC અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
રાજ્યમાં ઉતરાયણના તહેવારો દરમ્યાન ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતના બનાવો બને છે. માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવાના આ નિણર્ય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેલીવિઝન
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement