શોધખોળ કરો

chotaudepur: ઓરસંગ નદીના ચેકડેમમાં 3 બાળકો નાહવા પડ્યા, 2  બાળકોના ડૂબી જવાથી મોત

છોટાઉદેપુરમાં દર્દનાક ઘટના બની છે.   ઓરસંગ નદીના ચેકડેમમાં 3 બાળકો નહાવા પડ્યા હતા. જેમા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.

છોટાઉદેપુરમાં દર્દનાક ઘટના બની છે.   ઓરસંગ નદીના ચેકડેમમાં 3 બાળકો નહાવા પડ્યા હતા. જેમા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. એક બાળકનો આબાદ બચાવ થયો છે.  ત્રણેય બાળકો નદીની સામે પાર આવેલી ડૉન બોસ્કો સ્કૂલના સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. 

આજે ચેક ડેમમાં નહાવા પડતા ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા.  બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા અને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા. પરંતુ કમનસીબે કાવ્ય અને કૃષ્ણા નામના બે બાળકોને બચાવી ન શકાયા.  જ્યારે ધાર્મિકનો આબાદ બચાવ થયો છે. 

સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોચતા એક બાળકનો આબાદ બચાવ થયો હતો. મહત્વનુ છે કે, છોટા ઉદેપુરમા બાળકો ઓરસંગ નદી નજીક આવેલી શાળામાં ભણતા હતા ત્યાના શિક્ષકો અને અધિકારીઓને આ વાતની જાણ થતાં તમામ ઘટના સ્થળ પર પહોચ્યા હતા.  ઘટનાની જાણ 108 ની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી. પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Southwest Monsoon: ભારતમાં કેવું રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.  પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રનના જણાવ્યા અનુસાર, પૂર્વ, ઉત્તરપૂર્વીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અલ નીનો જેટલાં વર્ષો સક્રિય છે, તે બધાં વર્ષ ચોમાસાની દૃષ્ટિએ ખરાબ નહોતાં. ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે અને તેની અસર ચોમાસાના બીજા તબક્કામાં જોવા મળી શકે છે.

દેશમાં  સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા 868 મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની 40 ટકા શક્યતા છે. જ્યારે 15 ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે. 25 ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.

પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર  છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget