Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
Gandhinagar :આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષના ઉપલક્ષ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે.
Gandhinagar : આજે 19 માર્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.
75 દિવસ સુધી ચાલશે અભિયાન
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષના ઉપલક્ષ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન 75 દિવસ સુધી લોકભાગીદારીથી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના સહયોગથી 6 જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો. રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ જળ અભિયાન આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં ૭૫ દિવસ સુધી હાથ ધરાશે. pic.twitter.com/1Ao9Mnr7r9
— CMO Gujarat (@CMOGuj) March 19, 2022
31 મેં 2022 સુધી ચાલશે વિવિધ કામો
પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે તા. 31 મે 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગ ના કામો, જળાશયના ડિસીલ્ટિંગ ના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કરવામાં આવે છે.
જળસંગ્રહ શક્તિમા 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થશે
આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમા 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે. મનરેગા હેઠળ થનારા કામોમાં આ અભિયાન અંદાજે ૨૫ લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડશે.મુખ્યમંત્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર અને પરમેશ્વર નો પ્રસાદ ગણાવતા આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.