શોધખોળ કરો

સ્મશાનગૃહોમાં કામ કરતા કર્મચારીઓ પણ ગણાશે કોરોના વોરિયર્સ, કોરોનાથી મૃત્યુ થશે તો કેટલા લાખની સહાય આપશે સરકાર ? જાણો 

સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. 

ગાંધીનગર: કોરોના મહામારી દરમિયાન સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓ (crematorium employees)માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ (corona warriors) ગણવાનો નિર્ણય કરાયો છે. સ્મશાન ગૃહમાં કામ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. 

સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11017 કેસ નોંધાયા છે. જેની સામે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 102 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8731 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 15264 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,78,397 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,483 પર પહોંચ્યો છે. જેમાંથી 804 દર્દી વેન્ટિલેટર પર અને 1,26,679 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.94 ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-9,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણામાં 4 , વડોદરા-4, જામનગર કોર્પોરેશમાં 6 , રાજકોટ કોર્પોરેશનમાં 5,  ભાવનગર કોર્પોરેશન-3, સુરત-5, જૂનાગઢ 5, અમરેલી-2, બનાસકાંઠા-3, પંચમહાલ-3,  જુનાગઢ કોર્પોરેશન- 3, જામનગર-3, આણંદ-1, ભરુચ-2,  ગીર સોમનાથ-1, ખેડા-2, કચ્છ-4, મહીસાગર-2, ગાંધીનગર-2, પાટણ-1, સાબરકાંઠા-1, દેવભૂમિ દ્વારકા-1, અરવલ્લી-1, વલસાડ-1, ગાંધીનગર કોર્પોરેશન-1, દાહોદ-1 અને મોરબીમાં 1ના મોત સાથે કુલ 102 મૃત્યુ થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2795 , સુરત કોર્પોરેશન-781,  વડોદરા કોર્પોરેશન 664,  મહેસાણામાં 411, વડોદરા-484, જામનગર કોર્પોરેશમાં 305 , રાજકોટ કોર્પોરેશન 286,  ભાવનગર કોર્પોરેશન-292, સુરત-264, જૂનાગઢ 257, અમરેલી-256, બનાસકાંઠા-255, પંચમહાલ-254,  જુનાગઢ કોર્પોરેશન- 227, જામનગર-206, આણંદ-199, ભરુચ-197,  ગીર સોમનાથ-193, ખેડા-175, કચ્છ-175, મહીસાગર-163, ગાંધીનગર-148, ભાવનગર-144, પાટણ-138, સાબરકાંઠા-134, દેવભૂમિ દ્વારકા-129, અરવલ્લી-225, વલસાડ-122, ગાંધીનગર કોર્પોરેશન-117, દાહોદ-114, નવસારી-110, નર્મદા-96, છોટા ઉદેપુર-90, અમદાવાદ-88, સુરેન્દ્રનગર-77, તાપી-74, પોરબંદર-51, મોરબી-49, બોટાદ-28 અને ડાંગમાં 9 કેસ સાથે કુલ 11017 નવા કેસ નોંધાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગતVadodara News । કરજણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોBhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
Embed widget