શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે ગુજરાતમાં કડકડતી ઠંડીને લઈ શું કરી આગાહી ?
રાજ્યમાં આજથી ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર થઈ રહેજો. હવામાન વિભાગે ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે.
ગાંધીનગર: રાજ્યમાં આજથી ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર થઈ રહેજો. હવામાન વિભાગે ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. હવામાનના મતે રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ હવે આજથી ફરી ઠંડીનો બીજો રાઉંડ શરૂ થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવાની દિશા બદલાઇ છે. હાલ સૌરાષ્ટ્રમાં ઉત્તર પશ્ચિમી પવનો છે જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ પણ હાલ ખૂબ જ મંદ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની થશે અને પવનની ગતિમાં પણ વધારો થશે.
કચ્છમાં આજથી 6 ફેબ્રુઆરી સુધી હવામાન વિભાગે ઉત્તર પૂર્વના પવનોને કારણે કોલ્ડવેવની આગાહી કરી છે. તો આગામી બે દિવસ વાતાવરણ પણ ધૂંધળુ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે. રાજ્યમાં બુધવારે વલસાડમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 11.5, નલિયામાં 12.4, અમદાવાદમાં 13.6 અને ડીસામાં પણ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement