વિધાનસભા ચૂંટણી પહેલા AAP-કોંગ્રેસમાં મોટું ભંગાણ, જૂનાગઢમાં 5 ગામના કાર્યકરો ભાજપમાં જોડાયા
માંગનાથ પીપળી ગામ સહીત 5 ગામના 'આપ' અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મોટા કોટડા, નાના કોટડા, વિછાવડ, પીંડાખાઈ, હડમતીયા ગામના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.
જુનાગઢઃ માંગનાથ પીપળી ગામ સહીત 5 ગામના 'આપ' અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મોટા કોટડા, નાના કોટડા, વિછાવડ, પીંડાખાઈ, હડમતીયા ગામના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે. 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં તમામ ગામ આવે છે. જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો.
Ahmedabad : બજેટ સત્રમાં દરિયાપુરના મહિલા કોર્પોરેટર કેમ રડી પડ્યા? થોડીવાર માટે છવાઇ ગઈ ગમગીની
અમદાવાદઃ બજેટ સત્રમા દરિયાપુરના મહિલા કોર્પોરેટર રડી પડ્યા હતા. કોર્પોરેટર સમીરા શેખ બજેટ સત્રમાં રડી પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે ગમગીની છવાઇ ગઈ હતી. વીએસ હોસ્પિટલમા સારવાર ન મળતા મારી માતાનું નિધન થયું. સભા સદન મા કોર્પોરેટર રડ્યા. કોર્પોરેટરની હાલાકીના પગલે અન્ય દર્દીઓની સ્થિતિ અને સારવાર ઉપર ઉભા થયા સવાલ. રડી રહેલા સમીરા શેખને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ સાંત્વના આપી હતી અને તેમને શાંત કરાવ્યા હતા.
AMCની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. વિપક્ષના કાઉન્સિલર કમળા ચાવડા અને રાજશ્રી કેસારીએ કર્યો હોબાળો. બ્લેકલિસ્ટ કંપની અંગે બંને કાઉન્સિલરોએ માહિતી માગતા હોબાળો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સ્પીચ બાદ માહિતી આપવા મેયર ખાતરી આપી. બંને કાઉન્સિલરે હાલ જ માહિતી આપવાનો આગ્રહ રાખતા થયો હોબાળો.
કોંગ્રેસની કાળીવિધિ કરવાનો મુદ્દો સામાન્યસભામાં ગાજ્યો . વિપક્ષના નેતા બોલવા ઊભા થતા સત્તા પક્ષના સભ્યોએ વિધિ કરવો તેમ કહ્યું. અધિકારીઓ ઉપર કાળીવિધિ કરાવવાની વિપક્ષીનેતાએ સલાહ આપી. અધિકારીઓ ઉપર કાળીવિધિ કરવો તો ભ્રસ્ટ્રાચાર બંધ થશે.
હું હવે ક્યાંય જવાનો નથી. મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવુંઃ કુંવરજી બાવળીયા
રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં બાજપ ટિકિટ આપશે તેવો કુંવરજી બાવળીયાએ દાવો કર્યો છે. બાવળિયાએ કહ્યું કે, હું જસદણથી જ ચૂંટણી લડી રહ્યો છું. કામ કરતા હોય તેના પર પાર્ટી વિચારીને નિર્ણય કરતી હોય છે. પાર્ટી તે પ્રમાણે નિર્ણય કરશે તેવો મને વિશ્વાસ છે. હું હવે ક્યાંય જવાનો નથી. મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું. જસદણ બેઠક પર ભરત બોઘરા ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
આજે રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રશ્નોનક ચર્ચા કરી. જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી. બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો. હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે. હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે. એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું. હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું.
રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતીની કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. ત્રણ મહિના બાદ ફરિયાદ સમિતીની બેઠક મળી હતી.પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બેઠકમાં હાજર રહ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને મહમદ પીરજાદા પણ રહ્યા હતા.કુંવરજી બાવળિયાએ પ્રશ્નોની છડી વર્ષાવી હતો અને 27 પ્રશ્નો પૂછ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે કુંવરજીભાઇના સૌથી વધુ પ્રશ્નો હતા. કુંવરજીભાઇ વિરોધપક્ષના સભ્ય હોય તેવા પ્રશ્નો પૂછ્યા હતા.સૌથી વધુ સરકારી કચરીઓમાં સ્ટાફની ગેરહાજરી ના પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્ય લલિત કગથરા સૂર્યોદય યોજનાને લઈને પ્રશ્ન પૂછયા હતા.
PGVCL ના અધિકારીઓએ કહ્યું એક પણ ગામમાં સૂર્યોદય યોજનામાં લાઈટ આપતા નથી.કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, મેં કોવિડને લગતો પ્રશ્ન કર્યો પણ જવાબ આપવામાં આવ્યો નથી.વધુ સમય માંગ્યો છે..અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ ઉકેલ નહિ.રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયા નીકલ્યા ત્યારે તેઓ મીડિયા સામેં આવ્યા હતા.જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી છે.બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો.હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે..હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે.એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું.હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું..