Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી
કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચાર રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે
ગાંધીનગરઃ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચાર રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે જ્યાં આ વર્ષે ચૂંટણી યોજાશે. કોંગ્રેસે બુધવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી છે, જેમાં ગૌરવ ગોગોઈ અને અજય માકન સહિત અનેક વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
Congress President Shri @kharge has constituted the Screening Committee for the ensuing Assembly Elections-2023, in Rajasthan, Madhya Pradesh, Chhattisgarh and Telangana, with immediate effect. pic.twitter.com/xbcFz8o36X
— Congress (@INCIndia) August 2, 2023
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે મોટી જવાબદારી સોંપી હતી. તેલંગણા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય તરીકે મેવાણીની નિમણૂક કરવામાં આવી છે. સ્ક્રીનિંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે હોય છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવવામાં આવ્યું હતું કે ગૌરવ ગોગોઈ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની આગેવાની કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, છત્તીસગઢમાં અજય માકન અને કે.કે. મુરલીધરન આ કમિટીનું નેતૃત્વ કરશે.
સીએમ ગેહલોત સ્ક્રીનીંગ કમિટીમાં હશે
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીના વડા હશે અને ગણેશ ગોદિયાલ અને અભિષેક દત્ત તેના સભ્યો હશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરા અને અન્ય કેટલાક નેતાઓ આ સમિતિના હોદ્દેદાર સભ્યો હશે.
જીતેન્દ્ર સિંહ એમપી સ્ક્રીનિંગ કમિટીના વડા હશે
પાર્ટીના મહાસચિવ જિતેન્દ્ર સિંહને મધ્યપ્રદેશની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય યુપી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને સપ્તગીરી ઉલકા તેના સભ્યો હશે. બીજી તરફ, પૂર્વ સીએમ કમલનાથ, દિગ્વિજય સિંહ, રાજ્ય ચૂંટણી સમિતિના અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયા, કમલેશ્વર પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ તેના હોદ્દેદાર સભ્યો હશે.
અજય માકન છત્તીસગઢની સમિતિના અધ્યક્ષ રહેશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન છત્તીસગઢ માટે રચાયેલી સ્ક્રીનીંગ કમિટીના વડા રહેશે. એલ હનુમનતૈયા અને નેટા ડિસોઝા તેના સભ્યો હશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપક બૈજ, પ્રભારી કુમારી સૈલજા અને અન્ય કેટલાક નેતાઓ તેના પદાધિકારી સભ્યો હશે.
મુરલીધરન તેલંગણા સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ હશે.
કોંગ્રેસના સાંસદ કે. મુરલીધરન તેલંગણા માટે રચાયેલી સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ હશે. બાબા સિદ્દીકી અને જીગ્નેશ મેવાણીને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંતી રેડ્ડી અને કેટલાક અન્ય નેતાઓ તેના હોદ્દેદાર સભ્યો હશે.
સ્ક્રીનીંગ કમિટીનું શું કામ છે?
સ્ક્રીનીંગ કમિટી દરેક સીટ માટે કેટલાક સંભવિત ઉમેદવારોના નામ પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીને મોકલે છે, જ્યાં ઉમેદવારનું નામ ફાઈનલ કરવામાં આવે છે. આ વર્ષના અંતમાં આ તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.