શોધખોળ કરો

કોંગ્રેસ ચિંતન શિબિરનો બીજો દિવસઃ આજે રાહુલ ગાંધી આગામી ચૂંટણી અંગે આપશે માર્ગદર્શન, 11 વાગ્યે આવશે દ્વારકા

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચિંતન શિબિરમાં આવશે. ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.

દ્વારકાઃ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચિંતન શિબિરમાં આવશે. ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. સવારે 11 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી દ્વારકા  આવશે. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં પહોંચશે. 3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાશે. બપોરે 1 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કરશે સંબોધન. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો વિવિધ મુદ્દે કરશે મંથન. આગેવાનો તરફથી મળેલા સૂચનોને આજે નેતાઓ આપશે આખરી ઓપ.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ શુક્રવારથી દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થઈ છે. ચિંતન શિબિર પહેલા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા ધજા પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ધજાનું પૂજન કર્યું હતું. પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પૂજામાં જોડાયા હતા. 

આજે કોંગ્રેસની ચિંતન શિબિરમાં પહેલા દિવસે અલગ અલગ મુદ્દા પર થઈ ચર્ચા. સિનિયર લીડરની આગેવાનીમાં 10 ગ્રૂપ પાડી ચર્ચા કરાઈ. કમરતોડ મોંઘવારી, ખાડે ગયેલી અર્થ વ્યવસ્થા, બેરોજગારી અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. ખેડૂતોના સળગતા સવાલ,  આરોગ્ય અને કોરોનામાં ગેરવહીવટ,  કાયદો-વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી. બેફામ ભ્રષ્ટાચાર,  મહિલાઓ અત્યાચાર, શિક્ષણ અને શહેરી સમસ્યા મુદ્દાઓ પર મંથન કરાયું. કોંગ્રેસ સંગઠન સામેના પડકારો કયા છે એના પર પણ મંથન થયું. હાજર સભ્યોએ મુદ્દોઓને લઇ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. 

ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કાર્યકર્તાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે. ભાજપનો સામનો કરવાની તાકાત દ્વારકાધીશ આપે તેવી પ્રાર્થના. સત્ય-અસત્ય , ધર્મ-અધર્મની લડાઈમાં સંખ્યા મહત્વની નથી. મહાભારત અને રામાયણમાં જ જોઈલો, કંસ-કૃષ્ણનું યુદ્ધ જોઈલો. તમામમાં સંખ્યા નહિ પણ વિચાર અને વિચારધારા મહત્વની છે. 1885 પછી કેટલાય તડકા અને છાયડા કોંગ્રેસમાં આવ્યા. મીડિયામાં આવતી નાની-મોટી વાતોને અવગણો. નિરાશા અને માયુશી કોંગ્રેસના વિચારમાંના હોય. દ્વારકાની ભૂમિ પરથી નક્કી કરો કે અંગ્રેજો સામે આપણે ઝુક્યા નથી તો ભાજપ શુ ચીજ છે..!! કોંગ્રેસ 5-10 લોકોથી ચાલતી પાર્ટી નથી, કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે. દુનિયાની કોઈપણ તાકાત રૂપિયાથી કે દબાણથી ખરીદી કે દબાવી નહિ શકે.

2022ની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ આજથી મંથન શરૂ કરાયું છે. કોંગ્રેસની ત્રી દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો. 450 જેટલા કોંગ્રેસના આગેવાનો વિવિધ વિષય ઉપર સમગ્ર દિવસ ચર્ચા કરશે. 35 - 35ના જૂથમાં અલગ અલગ વિષયો પર કોંગ્રેસના આગેવાનો કરશે ચર્ચા. ગુજરાત કોંગ્રેસના આગેવાનો, સાંસદ, પૂર્વ સાંસદ કરશે મંથન. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના સભ્યો કરશે ચર્ચા. બેરોજગારી, શિક્ષણ, ખેતી, મોંઘવારી અને મહિલા સુરક્ષા જેવા મુદ્દે કરશે ચર્ચા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget