(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Politics : કોગ્રેસના વધુ એક ધારાસભ્યે છોડ્યો હાથનો સાથ, ભાજપમાં જોડાશે, પક્ષને વધુ એક ઝટકો
કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે પંજાનો સાથ છોડ્યો છે. તેઓ ભાજપમાં જાડાઇ રહ્યાં છે.
Gujarat Politics :કોંગ્રેસને વધુ એક ફટકો લાગી શકે છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. આજે અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે. રાજીનામું આપનારા લાડાણી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા છે. રાહુલ ગાંધીની યાત્રા સમયે જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં પંજાને આ પાંચમો ફટકો લાગ્યો છે. સોમવારે અર્જુન મોઢવાડિયા અને અમરિશ ડેરે રાજીનામું આપ્યું હતું. અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છે.
કોણ છે અરવિંદ લાડાણી ?
અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતા. વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે તેમને હાર મળી હતી. ણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ છેલ્લા 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય પણ છે.
કનુ કલસરિયાએ આપ્યું રાજીનામુ
મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાએ રાજીનામુ ધરી દીધું છે. તેઓ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઇ તેવી પ્રબળ શકયતા છે. આ પહેલા મહુવામાં કનુ કલસરિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, કનુ કલસરિયા પહેલા ભાજપમાં જ હતા, તેથી તેઓ ઘરવાપસી કરે તેવી શક્યતા છે. તમને જમાવી દઈએ કે, મહુવાના વડલીમાં પાટીલ અને કનુભાઈ વચ્ચે બેઠક થઈ હતી. માયાભાઈ આહીરની હાજરીમાં બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હોવાની માહિતી સામે આવી છે. તમને જણાવી દઈએ કે, કનુભાઈ ખેડૂત આગેવાનની છાપ ધરાવે છે. કનુભાઈ આવતીકાલે કેસરિયા કરી શકે છે. આમ સૌરાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. સીઆર અને કનુભાઈની બેઠકમાં માયાભાઈ આહીર, રઘુભાઈ ઉંબલ હાજર રહ્યા હતા.
મહેશ વસાવા પણ ભાજપમાં જોડાશે
તો બીજી તરફ બીટીપીના મહેશ વસાવાની પણ કેસરિયા કરવાની તારીખ નક્કી થઇ ગઇ છે. તેઓ પણ ભાજપમાં જોડાવાના નિર્ણયને જાહેર કરી ચૂક્યાં છે.. મહેશ વસાવા 11 માર્ચના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરશે. આ નિર્ણય લેતા પહેલા મહેશ વસાવાએ સી આર પીટિલ સાથે બેઠક કરી હતી. ઉપરાંત તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા પણ બેઠક કરી હતી.