બનાસકાંઠામાં ધમાકેદાર જીત બાદ ગેનીબેનનું વતનમાં ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત
કૉંગ્રેસના નેતા અને બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ગેનીબેન ઠાકોરે ભાજપની જીતની હેટ્રિક રોકી દિધી છે.
બનાસકાંઠા: કૉંગ્રેસના નેતા અને બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ગેનીબેન ઠાકોરે ભાજપની જીતની હેટ્રિક રોકી દિધી છે. ગેનીબેનની બનાસકાંઠા બેઠક પરથી જીતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ચૂંટણી પરિણામ બાદ ગેનીબેન ઠાકોર પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે. ગેનીબેનના વતન અબાસણા ગામે તેઓ જીત બાદ પ્રથમ વખત આવ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંસદ ગેનીબેન ઠાકોરનું પોતાના માદરે વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગેનીબેને અહીં વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. ગેનીબેન ઠાકોરે વતનમાં આવી સૌપ્રથમ જન્મભૂમીને નમન કર્, બાદમાં પિતાના આશીર્વાદ લીધા હતા. સમગ્ર ગામમાં ગેનીબેનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગેનીબેન વતન પહોંચતા જ ગામના લોકોએ તેમના પર વ્હાલ વરસાવ્યો હતો. ગામલોકોએ ગેનીબેનને ઘોડા પર બેસાડ્યા અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
સાંસદ ગેનીબેન ઠાકરે જીતની રેલીમાં તેમણે લોકસભા બેઠકમાં જીત સુધીના સંઘર્ષની વાતો કરી હતી. કઈ રીતે તેઓ મધ્યમ વર્ગના પરિવારના સંઘર્ષ સાથે અહીં પહોંચ્યા તેના વિશે વાત કરી. આ સાથે કહ્યું કે, “ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે હંમેશા તત્પર રહીશ.”
લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયરથને એકલે હાથે રોકનારાં ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ગેનીબેન બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારથી જ ચર્ચામાં હતા. ગુજરાતના તમામ લોકોની નજર આ બેઠક પર હતી. સામાન્ય લોકો પણ બનાસકાંઠા બેઠકનું પરિણામ જાણવા માટે ઉત્સુક હતા. છેલ્લે સુધી ભાજપના રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે સાંજ સુધી કાંટે કી ટક્કર બાદ અંતે 30 હજારથી વધુ મતોની ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. આ બનાસકાંઠા બેઠક સમગ્ર દેશમાં ચર્ચામાં કેંદ્ર બની હતી.
બનાસકાંઠામાં કૉંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.
https://t.me/abpasmitaofficial