શોધખોળ કરો
Advertisement
પેટાચૂંટણી: કૉંગ્રેસ ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત ક્યારે કરશે ? જાણો
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસે આજે પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસે આજે પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કૉંગ્રેસે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કૉંગ્રેસમાં ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકના ઉમેદવારો અંગે પેચ ફસાયો છે. બે દિવસ પછી ત્રણેય બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.
કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement