શોધખોળ કરો
Advertisement
ભુજઃ એસીબીની ટ્રેપમાં બચવા ને પુરાવાનો નાશ કરવા કોન્સ્ટેબલ કેટલા હજારની નોટો ચાવી ગયો ? એસીબીએ પુરાવા માટે શું કરાવ્યું ?
એસીબી અધિકારીઓએ ચવાઈ ગયેલી નોટો કોન્સ્ટબલના મોંમાંથી બહાર કઢાવી હતી. આ નોટોનો ટેસ્ટ કરાતાં નોટો કોન્સ્ટેબલના ડીએનએ પ્રોફાઈલ ટેસ્ટ સાથે મેચ થતી હોવાથી એસીબીને સબળ પુરાવો મળ્યો છે.
ભુજઃ ભુજમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) એ પાડેલા દરોડા દરમિયાન પુરાવાનો નાશ કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર રૂપિયાની નોટો ચાવી ગયો હતો. એસીબી અધિકારીઓએ ચવાઈ ગયેલી નોટો કોન્સ્ટબલના મોંમાંથી બહાર કઢાવી હતી. આ નોટોનો ટેસ્ટ કરાતાં નોટો કોન્સ્ટેબલના ડીએનએ પ્રોફાઈલ ટેસ્ટ સાથે મેચ થતી હોવાથી એસીબીને સબળ પુરાવો મળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત 21 જુલાઈના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ અજીતસિંહ સોઢાએ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ નહીં કરવા બદલ ફરિયાદી પાસેથી ચાર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ ભુજ એસીબીને જાણ કરતા એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને પોલીસ કોન્સ્ટેબલને પકડી પાડયો હતો.
મયુરસિંહ સોઢાએ લાંચનાં નાણા સ્વીકાર્યાં હતાં પણ પોતાના વિરૂધ્ધના પુરાવાનો નાશ કરવા માટે લાંચના રૂપિયા ચાર હજારની ચલણી નોટો પોતાના મોઢામાં નાખી ચાવી જઈ ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. એસીબીની ટીમની સર્તકતાને કારણે સ્થાનિક તબીબને બોલાવીને ચવાઈ ગયેલી નોટો બહાર કઢાવીને ડીએનએ ટેસ્ટ માટે મૂકવામાં આવી હતી. ડીએનએ પ્રોફાઈલ પરીક્ષણમાં કરન્સી નોટ પરની લાળ આરોપીના ડીએનએ પ્રોફાઈલ સાતે મેચ થતી હોવાથી તેની હોવાનું સાબિતી મળી છે. તેના આધારે એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement