શોધખોળ કરો

બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ, પાટીલે કહ્યુ- જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું

ડાર્ક ઝોનમાં સામેલ એવા ત્રણેય જિલ્લાને ડાર્ક ઝોનથી બહાર લાવવાનો પ્રયાસ સરકાર દ્ધારા કરવામાં આવી રહ્યો છે

બનાસકાંઠામાં જળશક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ દાંતીવાડાના ચોડુંગરી ગામે રિચાર્જ કુવા નિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડાર્ક ઝોનમાં સામેલ એવા ત્રણેય જિલ્લાને ડાર્ક ઝોનથી બહાર લાવવાનો પ્રયાસ સરકાર દ્ધારા કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે PM મોદી અને સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સૌના સાથ અને સૌના વિકાસની પરંપરા નરેન્દ્રભાઈએ વિકસાવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૈન્ય શક્તિના દર્શન આપણે કર્યા છે. જનશક્તિને જળશક્તિ સાથે જોડી ભવિષ્યનું રક્ષણ કરવું પડશે. આપત્તિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય નરેન્દ્રભાઈએ શીખવ્યુ છે. પડકારને તકમાં પલટાવવાનું સામર્થ્ય નરેન્દ્રભાઈએ શીખવ્યુ છે. પાણી આવે તે પહેલા પાળ બાંધવાની દિશા નરેન્દ્રભાઈએ આપી હતી. 2019થી નરેન્દ્રભાઈએ જળસંચયનો દેશભરમાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જળશક્તિના પ્રયાસોને વધુ વેગવંતા બનાવવાના આપણા પ્રયાસો છે. બનાસકાંઠામાં 50 હજાર કૂવા રિચાર્જ કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. સમગ્ર રાજ્યમાં 1 લાખ જેટલા જળસંચયનો કાર્યો પૂર્ણ થયા છે. વરસાદના પાણીનો સદઉપયોગ કરવા ખેતતલાવડીઓનો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં અલગ-અલગ અભિયાનોથી ભૂગર્ભ જળમાં વધારો થયો છે. પાણીને ઘીની જેમ વાપરવાનો મહાવીર સ્વામીનો સંદેશ હતો. ખેતીને સમૃદ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળ્યા છે. પ્રાકૃતિક ખેતીના સંકલ્પને ગુજરાત સાકાર કરવા જઈ રહ્યું છે .રાજ્યમાં 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ડુંગરોને પણ હરિયાળા બનાવવાનો બનાસડેરીનો સંકલ્પ છે.

કેચ ધ રેઈનના PMના અભિયાનને આગળ વધારવાનો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સંકલ્પ કર્યો હતો. વરસાદી પાણીનું એક- એક ટીપુ જમીનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે વડાપ્રધાનના આહવાનને દેશવાસીઓએ ઝીલ્યુ છે. જળસંચયના PMના આહ્વાનને ગુજરાતે મોડલ બનાવ્યું છે. આવતીકાલે 25 લાખથી વધુ ભૂગર્ભ કૂવાનું કાર્ય પૂર્ણ થશે. PM મોદીના આહ્વાનને નાગરિકો સતત ઝીલી રહ્યા છે. ખેતરના શેઢે ખાડો કરી જળ જમીનમાં ઉતારો. જળસંચય કરીશું તો જ જીવન બચાવી શકીશું. દેશના 700માંથી 150 જિલ્લા ડાર્ક ઝોનમાં છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓ સામેલ છે. આ ચોમાસામાં જળ બચાવી ડાર્ક ઝોનમાંથી બહાર નીકળવા પાટીલે આહવાન કર્યું હતું.  વધુમાં પાટીલે કહ્યું હતું કે જળસંચય અભિયાનમાં ભાગીદાર થવા બનાસ ડેરીનો સંકલ્પ છે. જળસંચય અભિયાનને રાજ્ય સરકાર પણ આગળ વધારી રહી છે. ખેડૂતોને સાથે રાખીને યોજના બનાવી હોય તેવી એકમાત્ર બનાસ ડેરી છે. જળસંચય માટે અભિયાન માટે હર્ષ સંઘવી 1 કરોડ રૂપિયા આપશે. હર્ષ સંઘવી પોતે એક કરોડ આપશે અને ગ્રાંટમાંથી 1 કરોડ રૂપિયા આપશે. જળસંચય અભિયાન મુદ્દે હર હંમેશ PMનું માર્ગદર્શન મળતું રહેશે. ભરત ડાભીએ પણ ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂપિયા જળસંચય અભિયાન માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીની સૂચનાથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 24 લાખ 20 હજાર કૂવા પાણી સંગ્રહ માટે ખોદાઈ ચૂક્યા છે. પાણીના સંગ્રહ માટે 24 લાખ 20 હજાર સ્ટ્રકચર બની ચૂક્યા છે. 700 જિલ્લાના કલેકટર્સો સાથે સતત સંકલનથી અભિયાન આગળ વધી રહ્યું છે. જળશક્તિ મંત્રાલયના અધિકારીઓ આ મિશનને આગળ વધારી રહ્યા છે. PM મોદીએ પાણીની સમસ્યા અંગે પહેલેથી જાગૃત કરેલા છે. કેચ ધ રેઈન અભિયાન આગળ વધારવા જરૂર ફંડ આપનાર PMનો આભાર માનું છું.

વધુમાં પાટીલે કહ્યું કે માનવ અને પશુ માટે પાણીનો સંચય જરૂરી છે. દુનિયાના પીવાલાયક પાણીનો માત્ર 4 ટકા જ જથ્થો ભારત પાસે છે. દેશમાં આવતા ડાર્ક ઝોન પૈકીનો એક જિલ્લો બનાસકાંઠા છે.

એક વર્ષમાં જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવાનો સંકલ્પ લેવાયો છે. નર્મદાની યોજના સાકાર થવી તે નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ હતો. નર્મદાના પાણી બનાસકાંઠા સુધી PM મોદીના પ્રયાસથી પહોંચ્યુ છે. નદીઓને જોડવાના અભિયાનની શરૂઆત પણ નરેન્દ્રભાઈએ કરાવી હતી. નરેન્દ્રભાઈના શાસનમાં ટેન્કર રાજ બંધ થયું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની 11 નદીઓ જોડવાનો સંકલ્પ છે. આંધ્રપ્રદેશમાં 85 વર્ષ પહેલા શરૂ થયેલો પ્રોજેક્ટને PMએ વેગવંતો કર્યો છે. વરસાદનું મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. જળસંચયના પ્રોજેક્ટને આગળ વધારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. નદી પર ડેમ બનાવવો તેનાથી વધુ ફાયદાકારક વરસાદી પાણી જમીન પર ઉતારવું છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારો, પાણીની સમસ્યા દૂર થશે. પાણીના સંગ્રહની સૌથી વધુ તાકાત જમીનમાં છે. જમીનમાં પાણીનો સંગ્રહ કર્યો હશે તો તે પાણી મીનરલ્સ સાથે મળશે. ગામમાંથી વહી જતું પાણી જમીનમાં ઉતારવું જરૂરી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનથી બહાર લાવવાનો સંકલ્પ છે. રાજ્ય સરકારે બનાસકાંઠા માટે અનેક યોજના અમલમાં મૂકી છે. તળાવો ઊંડા કરવાનું અભિયાન પણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે. સી.આર.પાટીલના નેતૃત્વમાં દેશભરમાં જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. ખેતરમાં નાના ટ્યુબવેલ માટે 28 હજાર લોકોની અરજી આવી છે. ભૂગર્ભ જળ નીચા ન જાય તેનું ધ્યાન રાખવા નરેન્દ્રભાઈએ ચેતવ્યા હતા. કેચ ધ રેઈન અભિયાન માટે તમામ એકસાથે મહેનત કરીશું. જનભાગીદારીથી સીડ્સ બોલ અભિયાન ચાલી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget