શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી, એકસાથે 4 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિગત
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 46 નવા કેસ સામે આવ્યા છે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 46 નવા કેસ સામે આવ્યા છે. જોકે ગુજરાતમાં સ્થિતિ અંકુશ હેઠળ હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કહ્યું છે. આજના નવા 46 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 308 પર પહોંચી ગઈ છે.
ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ભરૂચમાં કોરોનાના એકસાથે ચાર કેસ નોંધાયા છે. આમોદ તાલુકાના ઇખર ગામમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચાર જણા 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. આ ચાર લોકોના સંપર્કમાં આવેલ અન્ય 6 લોકોને પણ કવોરન્ટીન કરવામાં આવ્યા છે.
આજે જે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 11, પાટણમાં 2, વડોદરામાં 17, રાજકોટ 5, કચ્છ 2, ગાંધીનગર 1 અને ભાવનગરમાં 4 નવા કેસ સામે આવ્યા છે.
ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે જેમાં અમદાવાદના 40 વર્ષ પુરુષનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત થું છે.
ગુજરાતમાં જે 308 કેસ છે તેમાંથી 259 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 257 સ્ટેબલ છે. જ્યારે 30 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 978 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 67 પોઝિટિવ, 635 નેગેટિવ અને 276 સેમ્પલ પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે 308 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 243 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion