શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે 1020 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 65 હજારને પાર
રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2534 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,811 એક્ટિવ કેસ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1020 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2534 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,811 એક્ટિવ કેસ છે, જ્યારે 48,359 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 65,704 પર પહોંચી છે, જ્યારે 14,811 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 8, સુરતમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2, જુનાગઢમાં 2, જુનાગઢ કોર્પોરેશમાં 2, ભાવનગરમાં 1, જામનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 194, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 61, સુરતમાં 51, ભાવનગર કોર્પોરેશમાં 28, રાજકોટમાં 27, દાહોદમાં 23, કચ્છમાં 23 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 989 દર્દી સાજા થયા હતા અને 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,54,839 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં ભગવાન રામના દર્શન પહેલા હનુમાનગઢી મંદિરમાં જવું કેમ છે જરૂરી, પીએમ મોદી પણ કરશે પૂજા
દેશના કયા રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion