Coronavirus: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ઉભો કરાયો કોરોના વોર્ડ, ઓક્સિજનના પ્લાન્ટની મોકડ્રિલ
Coronavirus: કોરોનાના ન્યૂ વેરિયન્ટે દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ચીન,અમેરિકા, જાપાન સહિતના દેશો આ ન્યૂ વાયરસની ઝપેટમાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં ન્યૂવેરિયન્ટના 4 કેસ આવ્યાં છે.
Coronavirus: કોરોનાના ન્યૂ વેરિયન્ટે દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ચીન,અમેરિકા, જાપાન સહિતના દેશો આ ન્યૂ વાયરસની ઝપેટમાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં ન્યૂવેરિયન્ટના 4 કેસ આવ્યાં છે.
કોરોનાના ન્યૂ વેરિયન્ટે દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ચીન,અમેરિકા, જાપાન સહિતના દેશો આ ન્યૂ વાયરસની ઝપેટમાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં ન્યૂવેરિયન્ટના 4 કેસ આવ્યાં છે. અન્ય દેશોમાં કોરોના વાયરસનો ફેલાવાને જોતા ભારત માટે પણ તે આ ખતરાની ઘંટી છે. દરેક રાજ્ય સરકારે કોરોના સામે લડત આપવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક કોરોના વોર્ડ શરૂ કરાયો છે. જેમાં 80 બેડ ધરાવતા વોર્ડને શરૂ કરવામાં આવ્યો છે. વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા ધરાવતા વોર્ડને ચાલુ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ઓક્સિજનના પ્લાન્ટની મોકડ્રિલ પણ હાથ ધરાઈ હતી. PM કેર ફંડમાંથી લાવવામાં આવેલા વેન્ટિલેટર ICU વોર્ડમાં મુકવામાં આવ્યા છે. અન્ય દેશોમાં હાહાકાર મચાવનાર BF.7 ના કેસ અચાનક વધે તે માટે પ્રશાસનની તૈયારીઓ કરી રહ્યું છે.
Coronavirus In India:કોરોના વાયરસના ખતરા વચ્ચે કેંદ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી, જાણો
Coronavirus Guidelines In India: ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક છે. ચીનમાં તાજેતરના મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF7 (BF7)ના છે. ભારતમાં પણ BF7ના ચાર કેસ સામે આવ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ના નિવારણ માટેની તૈયારીઓને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠક બાદ શુક્રવારે (23 ડિસેમ્બર) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, તેથી ખાસ ધ્યાન રાખો. આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો પ્રિકોશન ડોઝ લે.
માસ્ક-સામાજિક અંતર જરૂરી
લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 ડિસેમ્બર) એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે (21 ડિસેમ્બર) પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 ડિસેમ્બર) એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા હતા.
જેમાં પીએમ મોદીએ કહ્યું કે મજબૂત દેખરેખની જરૂર છે અને તપાસ વધારવી જોઈએ. તે જ સમયે, તેમણે માસ્ક પહેરવાની સલાહ આપી અને કહ્યું કે કોવિડ હજી સમાપ્ત થયો નથી. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.