શોધખોળ કરો

Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 79 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.   કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291  પહોંચ્યો હતો. જ્યારે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 

Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા, આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ

કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 79 કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં 23, વડોદરામાં 23,  રાજકોટ શહેરમાં 22,સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણા 9, રાજકોટ 6, ગાંધીનગર કોર્પોરેશમાં 5 કેસ નોંધાયા છે. 

Gujarat Weather: રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ, 24 કલાક રાજ્યમાં રહેશે કમોસમી વરસાદ

 રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને બે દિવસ બાદ તાપમાનનો પારો વધશે.

માવઠાનો આવી શકે છે વધુ એક રાઉન્ડ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ

આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે.  સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. માવઠાથી તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વડીયા અને આસપાસના મોરવાડા, બરવાળા, ઢૂંઢિયા, પીપળીયા સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીરનાર તળેટી અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Anand News । લગ્નપ્રસંગમાં ઉડ્યા દારૂબંધીના ધજાગરાVadodara News । વડોદરામાં જાહેરમાં પતિએ કરી પત્નીની ધોલાઈVadodara News । ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માતMorbi Boat Accident । મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલે રજુ કર્યું સોંગંદનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Lok Sabha Elections 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં થયું સૌથી વધુ વોટિંગ
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
Sandeshkhali: લોકસભા ચૂંટણી વચ્ચે સંદેશખાલીમાંથી મળી આવ્યો હથિયારોનો ખજાનો, બોમ્બ ડિફ્યૂઝ કરવા પહોંચી NSG
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
T20 World Cup 2024મા યુવરાજ સિંહની એન્ટ્રી, ફેન્સને યાદ આવ્યા 6 બોલમાં 6 છગ્ગા
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાના ગણતરીના કલાકોમાં જ પ્રગટ થયા નિલેશ કુંભાણી, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત
Lok Sabha Election 2024:  મણિપુરમાં લોકશાહી થઈ હાઈજેક, બળજબરી પૂર્વક NDAની તરફેણમાં મતદાન કરાવવામાં આવતું હોવાનો કોંગ્રેસનો આરોપ
Lok Sabha Election 2024: મણિપુરમાં લોકશાહી થઈ હાઈજેક, બળજબરી પૂર્વક NDAની તરફેણમાં મતદાન કરાવવામાં આવતું હોવાનો કોંગ્રેસનો આરોપ
Books Banned In India: ભારતમાં પ્રતિબંધિત છે આ પુસ્તકો, જો તમારી પાસે મળશે તો થઈ શકે છે જેલ
Books Banned In India: ભારતમાં પ્રતિબંધિત છે આ પુસ્તકો, જો તમારી પાસે મળશે તો થઈ શકે છે જેલ
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણા ક્યાં વિસ્તારમાં માવઠું પડશે
Rupala Controversy: નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ
Rupala Controversy: નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ
Embed widget