શોધખોળ કરો
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 539 નવા કેસ, 20નાં મોત, કુલ કેસ 26737
રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,737 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1639 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 18702 દર્દી સાજા થયા છે.
![Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 539 નવા કેસ, 20નાં મોત, કુલ કેસ 26737 Coronavirus: 539 New covid19 cases and 20 death reported in Gujarat in last 24 hours Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 539 નવા કેસ, 20નાં મોત, કુલ કેસ 26737](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/21010403/cc2-3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસ્વીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 535 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,737 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1639 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 18702 દર્દી સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 306, સુરતમાં 103, વડોદરામાં 43, ભરુચ-12, ભાવનગર 9, ગાંધીનગર 8, નર્મદા 8, જામનગર 7, મહેસાણા 4, રાજકોટ 4, આણંદ 4, સુરેન્દ્રનગર 4, અમરેલી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 3, પાટણ 3, નવસારી 3, મહીસાગર,ખેડા, વલસાડમાં બે-બે કેસ, પંચમહાલ,કચ્છ, બોટાદ , દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં એક -એક કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં- 16, સુરતમાં 4 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1639 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18702 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6396 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેલ્ટીલેટર પર છે અને 6330 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,19, 414 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)