શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 37 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, સાજા થવાનો દર 94.92 ટકા
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 667 નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,49,913 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 667 નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,49,913 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી4332 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જો કે, સારી વાત એ છે આજે વધુ 899 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,37,222 લોકો કોરોને મ્હાત આપી ચૂક્યા છે.
રાજ્યમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને મત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 94.92 ટકા છે. રાજ્યમાં હાલ 8359 એક્ટિવ કેસ છે અને 8301 લોકો સ્ટેબલ છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 899 દર્દી સાજા થયા હતા અને 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion