Porbandar Corona Cases: પોરબંદર શહેરમાં કોરોનાની એન્ટ્રી, જાણો દેશની શું છે સ્થિતિ
India Corona Cases: ભારતમાં 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આ વાયરસના કારણે 4 સંક્રમિત લોકોના મોત થયા છે.

Porbandar News: પોરબંદર શહેરમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. બે દિવસ પૂર્વે પોરબંદરનાં રાણાવાવમાં કોરોના કેસ આવ્યો હતો. સુદામાપુરીમાં 7 માસ બાદ કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે.
પોરબંદરના એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોરબંદરનાં કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ હોમ આઈસોલેટ થયા છે.
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 605 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આ વાયરસના કારણે 4 સંક્રમિત લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં હવે 3643 સક્રિય કેસ છે.
આ રાજ્યોમાં 4 લોકોના મોત થયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 605 નવા કેસ નોંધાયા છે. કેરળમાં બે અને કર્ણાટકમાં બે લોકોના મોત થયા છે. મંગળવારે કર્ણાટક, છત્તીસગઢ અને આસામમાં કુલ છના મોત થયા હતા.
એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો
લેટેસ્ટ અપડેટ મુજબ, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ હવે 3,643 છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 4,50,19,819 પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,33,406 પર પહોંચ્યો છે. કુલ 4.4 કરોડથી વધુ લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે, જે 98.81 ટકાના રાષ્ટ્રીય પુનઃપ્રાપ્તિ દરને દર્શાવે છે. ઉપલબ્ધ ડેટા અનુસાર, દેશમાં 220.67 કરોડ કોવિડ વેક્સિન રસી આપવામાં આવી છે.
દેશના 12 રાજ્યોમાં JN.1ના 682 કેસ
સૂત્રોના જણાવ્યા અનુસાર 6 જાન્યુઆરી સુધી દેશભરના 12 રાજ્યોમાંથી JN.1ના કુલ 682 કેસ નોંધાયા છે. ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) અનુસાર, JN.1 વેરિઅન્ટના કેસ કેરળ અને કર્ણાટકમાં જોવા મળ્યા હતા, તેની અસર દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, તેલંગાણા, ઓડિશા, હરિયાણામાં પણ જોવા મળી હતી.
કોરોનાથી પોતાને કેવી રીતે બચાવશો
- ગીચ સ્થળોએ માસ્ક પહેરીને જ જાવ.
- જ્યારે તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો.
- જાહેર સ્થળોએ સ્પર્શ કરવાનું ટાળો.
- જો તમે COVID-19 ના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો, તો તમારી જાતને અલગ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
