શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ આવ્યા સામે, કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 6700 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધુ બે કેસ હાલ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સવારે 3 કેસ સામે આવ્યા હતા. આમ, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર અમદાવાદ 3 અને વડોદરામાં 2, સુરતમાં એક અને રાજકોટમાં એક કોરનો વાયરસનો કેસ સામે આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિ વિદેશ યાત્રા કરીને ભારત પરત ફર્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા એક સુરતમાં યુવતી અને એક રાજકોટમાં પુરુષ. પરીક્ષણ દરિયાન બંનેના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. રાજકોટના દરદીએ જેદ્દાહથી યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમિરાત, સંયુક્ત આરબ અમિરાત)નો પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે સુરતના દરદીએ લંડનનો પ્રવાસ ખેડ્યો હતો, તેમના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.
ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવાર સવાર સુધીમાં દેસભરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 195 સુઘી પિહોંચી ગયો છે. એક દિવસમાં જ આ આંકડામાં 22નો વધારો ધયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવાર સાંજ સુધી દેશભરમાં કુલ 173 કોરોના વાયરસના કેસનો આંકડો જાહેર કર્યો હતો પરંતુ શુક્રવારે સવારે તે વધીને 195 થઈ ગયો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 6700 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. 23 લોકોને સારવાર બાદ રજા આવી દેવામાં આવી છે. 225 લોકોમાં વિદેશી મૂળ 32 નાગરિક છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
દેશભરમાં કુલ 20 રાજ્યો અથવા કેન્દ્ર શાશિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 47 કેસ પોઝિટિવ છે. ત્યાર બાદ કેરળમાં 28, યૂપીમાં 19, હરિયાણામાં 17, દિલ્હીમાં પણ 17, કર્ણાટકમાં 15 અને લદ્દાખમાં 10 કેસ સામે આવ્યા છે. બાકીના કેસ દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. ભારતમાં નોંધાયેલ કુલ કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે સારી વાત એ છે કે 20 વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા તેમનામાં સારવાર બાદ લક્ષ્ણો જોવા મળ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion