Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક 2300થી વધુ કેસ નોંધાયા, વધુ નવ લોકોનાં મોત
રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ફરી કોરોના વકર્યો છે. રાજ્યામાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના વાયરસના (Coronavirus) કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 2004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,90,569 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, ખેડામાં 1, મહીસાગર-1 અને વનડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 9 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4519 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 611, સુરત કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 290 , રાજકોટ કોર્પોરેશનમાં 172, સુરત 142, વડોદરા 51, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશન-34, નર્મદા 19, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર કોર્પોરેશન 25, મહેસાણા 22, ગાંધીનગર 22, ગાંધીનગર કોર્પોરેશન-25, મહીસાગર 14, પાટણ-26, જામનગર-30,અમરેલી અને આણંદમાં 18-18 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2004 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,90,569 છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,65,395 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 56,11,044 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Surat : કોર્પોરેશને 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને કેવું બોર્ડ લગાવવા કર્યું ફરમાન?
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા GPSCની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ