ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું, જાણો શું કે સમગ્ર કેસ?
વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું
સુરેન્દ્રનગર: વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, ધ્રાંગધ્રાના હરીપર ગામે અગાઉ પાટીદાર અનામત આંદોલન સમયે સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે કેસ દાખલ કર્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.
Crime News: અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, બે માસના બાળકને તડપાવીને માર્યા બાદ બાદ કર્યું આવું કામ
Crime News: નવસારીમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલે બે માસના બાળકનો શ્વાસ રૂંધીને મારી નાંખ્યો હતો. જે બાદ નવસારીના જૂજ ડેમમાં ફેંકી દીધું હતું. વાંસદામાં રહેતા પ્રેમીઓએ આડખીલી રૂપ બનતા બે માસના બાળકને તડપાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ બેરહેમીથી નિકાલ કર્યો હતો. પિતાએ બે મહિનાના બાળકને શ્વાસ રૂંધી મારી નાંખ્યા બાદ લાશને ગુટકાના થેલામાં પેક કરી જૂજ ડેમમાં ફેંકી દીધી હતી. 14 મી જાન્યુઆરીએ થયેલી હત્યાના કેસને પોલીસે બરાબર એક મહિના બાદ ઉકેલ્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.
ક્રિકેટ રમતાં યુવકનું મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
રાજકોટ શહેરમાં વધુ એક ક્રિકેટરનું મોત થયું છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. જેમાં ભરત બારીયાનું મોત થયું હતું. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની ઉમર 40 વર્ષ હતી. યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. જેને લઈ માહોલ ગમગમી થઈ ગયો હતો.
ડિસા રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.