Crime News: અમરેલીમાં મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ, મામાની દીકરીને ભાણેજ ભગાડી જતા સગા ભાઈએ જ કરી હત્યા
અમરેલીના બગસરા તાલુકાના સાપર ગામે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

અમરેલીના બગસરા તાલુકાના સાપર ગામે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, સાપર ગામે થયેલી મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના સગા ભાઈએ જ કરી હતી. મૃતક મહિલાના ભાઈ પર જ સગી બહેનની હત્યાનો આરોપ લાગ્યો હતો. વાસ્તવમાં બહેનને મામાનો દીકરો ભગાડી ગયો હતો. જેનું ભાઈને માઠુ લાગી આવતા તેણે બહેનને ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેનનું મોત થયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી નરેશ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી.
બગસરાના સાપર ગામે મામાની દીકરીને ભાણેજ ભગાડી જતા આરોપી નરેશ ચૌહાણે પોતાની બહેન ગીતાબેનની હત્યા કરી હતી. મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણની તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મુકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી એવા સગાભાઈ નરેશભાઈની દીકરી એટલે કે મામા-ફઈના ભાઈ-બહેન વચ્ચે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ થતાં જ બન્ને પરિવારો વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન યુવક-યુવતી બંને ઘરેથી ભાગી ગયા હતા. જેના કારણે ગુસ્સામાં દીકરીના પિતા નરેશભાઈએ પોતાની સગી બહેન ગીતાબેન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બગસરા પોલીસો ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરી હતી.
સુરતના અડાજણ વિસ્તારની એક મહિલાએ બોટાદ જિલ્લાના ગઢડાના એક ભૂવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ચોંકાવનારી ઘટનામાં, આરોપી ભૂવાએ 'પિતૃદોષ' દૂર કરવાની વિધિના બહાને મહિલા સાથે સંપર્ક કર્યો હતો. વિધિ બાદ ભાવનગરથી સુરત પરત ફરતી વખતે ચાલુ લક્ઝરી બસમાં જ તેણે 'કાળા જાદુ'ના નામે મહિલા સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીની ધરપકડ કરી છે.




















