Cyclone Biparjoy landfall: ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરુ, જાણો કેટલા કિમીની ઝડપે ટકરાયું વાવાઝોડું
Cyclone Biparjoy landfall: વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે.
Cyclone Biparjoy landfall: વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હવનની ગતિ વધી શકે છે અને 140 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
#CycloneBiparjoy | The landfall process has commenced...Upto midnight the landfall process will continue, says IMD. pic.twitter.com/yzf3gmGwWW
— ANI (@ANI) June 15, 2023
આઈએમડીના જણાવ્યા પ્રમાણે મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. આગામી 4 કલાકમાં વાવાઝોડું પૂરું લેન્ડફોલ થાય તેવી શકયતા છે. માંડવી કચ્છ જખૌ પોર્ટ પાસે લેન્ડફોલ થશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ગુરુવાર,શુક્રવાર અને શનિવારે વરસાદ પડશે.
બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ
બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂથતાં જ સરદીય પંથકમાં વરસાદ તૂટી પડ્યો છે. થરાદ,વાવ, સુઇગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. થરાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાત જ નહીં આ રાજ્યોને પણ ધમરોળશે બિપરજોય
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું શરૂ કર્યું છે. આ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તેની આડઅસરથી બચવા માટે ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ પણ તૈયારી કરી લીધી છે.
હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતની ગતિ ઘટશે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરશે. ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે.
દિલ્હીમાં થશે ભારે વરસાદ
IMDનું કહેવું છે કે, ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆરમાં વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.