શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyclone Tauktae : સૌરાષ્ટ્રના કયા શહેરમાં કેટલા જર્જરિત મકાનો થયા ધરાશાયી?

લીંબડીમાં જર્જરિત મકાનો ધરસાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદને કારણે જુના મકાન અને દીવાલ ધરસાયી થઈ હતી. શહેરની સંઘવી શેરી, આઝાદ ચોક , અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ જર્જરીત મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. હજુ પણ અંનેક જર્જરીત મકાનો ધરાશયી થવાની સંભાવના છે.

સુરેન્દ્રનગર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના લીંબડીમાં જર્જરિત મકાનો ધરસાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદને કારણે જુના મકાન અને દીવાલ ધરસાયી થઈ હતી. 

શહેરની સંઘવી શેરી, આઝાદ ચોક , અંકલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ જર્જરીત મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. હજુ પણ અંનેક જર્જરીત મકાનો ધરાશયી થવાની સંભાવના છે.  ભારે પવન અને વરસાદી માહોલમાં મકાન ધરસાયી થયા છે. હાલ  સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં અને ગામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી  વરસાદ પડી રહ્યો છે.

નવસારીમાં બે માળનું મકાન થયું ધરાશાયી, અનેક લોકોના ઘરોના છાપરા પણ ઉડ્યા

નવસારીઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે નવસારીમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા માછીવાડ ગામમાં આવેલ બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ભારે પવન અને વરસાદના કારણે ઘટના બની હતી. જોકે, સદનસીબે તંત્ર દ્વારા રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા કોઈ જાનહાનિ નહીં. વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું. માછીવાડ ગામમાં અનેક લોકોના ઘરોના પતરાં પવનના કારણે ઉડ્યા.

અમરેલી પછી કયા જાણીતા શહેરમાં પેટ્રોલપંપ થયા ક્ષતિગ્રસ્ત? મલબા ઉડી ગયા

દીવઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. હવે સંઘપ્રદેશ દીવમાં પણ વાવાઝોડાને લઈ પેટ્રોલપંપ ક્ષતિગ્રસ્ત થયા છે. પેટ્રોલપંપ ઉપરના રૂફ ઉડી ગયા હતા. 

અમરેલીમાં વાવાઝોડાએ એક બાળકીનો ભોગ લીધો છે. રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

વાવાઝોડાની અમદાવાદમાં પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 61 ઝાડ ધરાશાયી થયા છે. એટલું જ નહીં અમદાવાદમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

આજે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ​​​​​​હાલમાં વાવઝોડું બોટાદ જિલ્લામાં આ પછી સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે

વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.

આજે મહેસાણા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. મંગળવારે રાતે 9 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છએ. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
Embed widget