Rain Update: બનાસકાંઠા પર મેઘરાજા મહેરાબાન, દાંતીવાડામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસ્યો
Rain Update: વિરામ બાદ રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ થયું છે. હવામાન વિભાગે 14 જુલાઇથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે.

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં સૌથી વધુ અને સારો વરસાદ વરસ્યો છે. દાંતીવાડા, પાલનપુર, ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતીવાડામાં 6 ઇંચથી વધુ સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ધાનેરા વડગામ પાંથાવાડામાં પણ મેઘમહેરની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 4.6, ડીસામાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરીએ..
ક્યાં કેટલો વરસ્યો વરસાદ
દાંતીવાડા - 6.3 ઈંચ
પાલનપુર - 4.6 ઈંચ
ડીસા- 3.7 ઈંચ
ઉમરાળા-2.95 ઈં
પાલિતાણા-2.87 ઈંચ
વડગામ -2.5 ઈંચ
ઉના- 2.20 ઈંચ
ધ્રાંગધ્રા- 2 ઈંચ
કપરાડા- 1.89 ઈંચ
ગઢડા- 1.89 ઈંચ
બાબરા-1.77 ઈંચ
વલ્લભીપુર-1.69 ઈંચ
બરવાળા-1.38 ઈંચ
જૂનાગઢ- 1.34 ઈંચ
જૂનાગઢ - 1. 34 ઈંચ
માળિયા હાટીના-1.30 ઈંચ
ઉમરપાડા- 1.22 ઈંચ
કોટડાસાંગાણી- 1.18 ઈંચ
ડેડીયાપાડા-1.14 ઈંચ
આહવા -1.14 ઈંચ
બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે સીપુ ડેમમાં પાણીની આવક વધી છે. સીપુ ડેમની જળ સપાટી 572.77 ફૂટે પહોંચી છે. તો દાંતીવાડા ડેમમાં પણ જળસપાટી વધી છે. દાંતીવાડા ડેમની જળ સપાટી 562.79 ફૂટ પર પહોંચી છે. બંને ડેમોમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે.ભારે વરસાદના કારણે ખેતરો અને અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ડીસામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો છે અહીં કેટલાક નીચાણાવાળા વિસ્તાર જળમગ્ન થતાં ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોની સ્થિતિ કફોડી બની છે.
સોરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગોંડલમાં રાત્રે વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન ગોંડલ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. અહીં દોઢથી બે ઇંચ રાત્રિના સમયમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે અને કાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલીનો સમાવેશ થાય છે.





















