Rain Update:24 કલાકમાં રાજ્યમાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાંતીવાડામાં 6.3 ઈંચ વરસ્યો
Gujarat Rain update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસ્યો વરસાદ, 24 તાલુકામાં એકથી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જાણીએ વધુ એપડેટ્સ

Gujarat Rain update: બંગાળમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ નોંઘાયો છે.24 તાલુકામાં એકથી 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.સૌથી વધુ 6.3 ઈંચ દાંતીવાડામાં વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરીએ
24 કલાકમાં રાજ્યમાં 121 તાલુકામાં વરસાદ
દાંતીવાડામાં સૌથી વધુ 6.3 ઈંચ વરસાદ વરસ્યો
પાલનપુરમાં 4.6 ઈંચ વરસાદ
ડીસામાં 3 ઈંચ વરસ્યો
ભાવનગરના ઉમરાળા તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો
પાલીતાણા તાલુકામાં 2.87 તાલુકામાં વરસાદ
વડગામમાં 2, ઉનામાં 2.20 ઈંચ વરસાદ વરસ્યો
ધ્રાંગધ્રામાં 2, કપરાડામાં 1.89 ઈંચ વરસાદ
ગઢડામાં 1.89, બાબરામાં 1.77 ઈંચ વરસાદ
વલ્લભીપુરમાં 1.69, બરવાળામાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો
જૂનાગઢ શહેરમાં 1.34 ઈંચ વરસાદ
માળિયા હાટીના તાલુકામાં 1.30 ઈંચ વરસાદ
ઉમરપાડામાં 1.22 ઈંચ વરસાદ
ડેડીયાપાડામાં 1.14ઈંચ વરસાદ વરસ્યો
ડાંગ આહવામાં 1.14 ઈંચ વરસાદ
પોશીના, કડાણામાં 1.1 ઈંચ વરસાદ
કેશોદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો
જાફરાબાદમાં 0.87 ઈંચ વરસાદ વરસ્યો
હવામાન વિભાગની વરસાદની આગાહી
હવામાન વિભાગે 17 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. 14 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને 15 જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 14થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 14થી 17 જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં 14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 14 જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં 15 જુલાઇથી ફરી વરસાદનું જોર વધશે. ખાસ કરીને 14 અને 15 જુલાઇ ભારે સાર્વેત્રિક વરસાદનું અનુમાન છે.




















