Kheda: ખેડા ખાતે કેનાલમાંથી બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી.
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.
વૃક્ષ ધરાશાયી થતા ગર્ભવતી મહિલાનું મોત
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાયી થતા ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રી દરમ્યાન ગર્ભવતી મહિલા, તેનો પતિ અને પુત્ર સુતા હતા તે સમયે દુર્ઘટના ઘટી હતી. જોરદાર પવન આવતા લીમડાનું વૃક્ષ થયું ધરાસાયી થયું હતું. મૃતક ગર્ભવતી મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે રાણકપુર ગામમાં અરેરાટી મચી ગઈ હતી. થરા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જીલ્લા ધોધમાર વરસાદ
ધોરાજીના કલાણામાં પણ મેઘરાજાએ રુૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કલાણા ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો. કલાણા ગામમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. કલાણા ગામના ખેતરો, નદી નાળાઓ છલકાઈ ગયા હતા. કલાણા ગામના માર્ગો પર પણ પાણી પાણી જોવા મળ્યું હતું.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યા જેની સ્થિતિ જોવા મળી છે. ધોરાજી પંથકના અનેક ગામડાઓમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હળવી બની છે તો અમુક ગામડાઓમાં ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી શકે છે. ગઇકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વહેતા જોવા મળ્યા.