શોધખોળ કરો

જૂનાગઢ: ખેતરમાં પિતા પુત્રને લાગ્યો વીજ કરંટ, પિતાનું ઘટના સ્થળે જ મોત

જૂનાગઢ: વિસાવદરના જાંબુડા ગામની વાડીમાં પિતા પુત્રને વીજ કરંટ લાગ્યો છે. જેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે પુત્રને સારવાર અર્થે વીસાવદર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે.

જૂનાગઢ: વિસાવદરના જાંબુડા ગામની વાડીમાં પિતા પુત્રને વીજ કરંટ લાગ્યો છે. જેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે પુત્રને સારવાર અર્થે વીસાવદર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઓરડીના પતરા ચડાવતી વખતે મેઈન વીજ લાઈનને અડી જતાં દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.

આ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વામીએ બાળક પાસે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની માગ કરતા ખળભળાટ
ગારીયાધાર સ્વામિનારાયણ ગુરૂકુળમાં મોટો વિવાદ સામે આવ્યો છે. જ્યાં સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યની માગ બદલ ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બે સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભક્તોમાં પણ સોપો પડી ગયો છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સ્વામીએ ગુરુકુળના સ્નાનઘાટમાં નાહવા માટે તરુણો પાસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરી હતી. જે બાદ આ તરુણોએ તેમના વાલીને જાણ કરતાં સ્વામીને ઠપકો આપવા ગયા હતા. જે બાદ સ્વામી લાજવાને બદલે ગાજ્યા હતા અને ઉશ્કેરાઈને વાલીને માર માર્યો હતો. હવે આ અંગે ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી તેમજ એક અજાણ્યા સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે ગુરુકુળમાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ સમગ્ર મામલો આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના અણદાપૂર ગામનો એક વિડીયો સામે આવ્યો છે.  આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક સગર્ભા મહિલા દુખાવો હોવા છતાં ચાલી રહી છે અને તેની સાથે બે બહેનો પણ છે. આ ઘટના  અણદાપૂર ગામની છે, જ્યાં રસ્તામાં અભાવે સગર્ભા મહિલા દુખાવા સાથે દોઢ કિલોમીટર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચી હતી. 

આ સગર્ભા મહિલાને વહેલી સવારે 4 વાગ્યે પ્રસવપીડા શરૂ થતા દોડાદોડી થઇ હતી અને તાબડતોબ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે ગામમાં પહોંચવા રસ્તો ન હોઈ એમ્બ્યુલન્સ દોઢ કિમી દૂર ઉભી રહી અને  108 એમ્બ્યુલન્સ આ સગર્ભા મહિલા સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે આ સગર્ભા મહિલાએ પ્રસવપીડા સાથે એમ્બ્યુલન્સ સુધી પહોંચવું પડ્યું હતું. ગ્રામજનોના સહકારથી દર્દમાં કણસતી મહિલાને આખરે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.,

 

વધુ જુઓ

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget