શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર, ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 3 જ એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 429 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1364 કોરોનાના કેસ નોંધાયા હતા. હવે દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 3 જ એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 429 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે.
આ સિવાય પોરબંદર, તાપી, ડાંગમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, જેને કારણે આ જિલ્લાઓમાં પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી ગઈ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, રાજકોટ-1, રાજકોટ કોર્પોરેશન-1, વડોદરામાં 1ના મૃત્યું સાથે કુલ 12 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત 107, જામનગર કોર્પોરેશનમાં 108 , રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ-44, વડોદરા-41, મહેસાણા-36, બનાસકાંઠા-34, કચ્છ-34, ભાવનગર કોર્પોરેશન - 28, પંચમહાલ-28, અમરેલી-27, મોરબી-26, પાટણ-26, ભરુચમાં-25 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement