Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Dharoi Dam Water Level: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
Dharoi Dam Water Level: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે મહેસાણા જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક ધરખમ વધારો થયો છે. હાલમાં સાબરમતી નદી અને કેનાલોમાં પાણી છોડવામાં પણ આવી રહ્યું છે.
તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદ ગુજરાતમાં તબાહી મચાવી છે. ઉપરવાસમા પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સિઝનના પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી છે અને હાલમાં જળસ્તર 600.67 ફૂટ સુધી પહોંચ્યુ છે. ધરોઇ ડેમમાં નવા નીરની આવક થતા જળસપાટી વધી છે, જેના કારણે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમની હાલની જળસપાટી 600.67 ફૂટ પહોંચી છે, જ્યારે ધરોઈ ડેમની કુલ જળસપાટી 622 ફૂટ સુધીની છે.
મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમની જળસપાટી વધી હતી. ડેમની જળસપાટી 600.67 ફૂટની થતાં દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહિવટીતંત્રને એલર્ટ કરીને સાબરમતી નદીમાં અવરજવર નહીં કરવા તેમજ ઘટતી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં છે.
જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં સવા પાંચ ઈંચ વરસાદ, તો સાબરકાંઠાના ઈડરમાં સાડા ત્રણ ઈંચ,ભરૂચના હાંસોટમાં બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ,સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચ,મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ,ગાંધીનગરના માણસામાં સવા ઈંચ,હિંમતનગરમાં સવા ઈંચ, પાલનપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો તો દેત્રોજમાં એક ઈંચ સંજેલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણો ઈંચ, સાગબારામાં પોણો ઈંચ,વાલીયામાં પોણો ઈંચ,વડાલીમાં પોણો ઈંચ,મહીસાગરના વિરપુરમાં પોણો, ઉમરપાડામાં પોણો ઈંચ,નડીયાદમાં અડધો ઈંચ,કપરાડામાં અડધો ઈંચ ,મહેસાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો પારડી, વલસાડ, પાટણમાં અડધો અડધો ઈંચ,ખેરગામ, ડોલવણ, વડનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો. બાલાસિનોર, આંકલાવ, વડોદરામાં અડધો ઈંચ, ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા,સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.15 ટકા વરસાદ વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59 ટકા વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.97 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 13.71 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
19 તાલુકામાં બે ઈંચથી સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં દસથી વીસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.