ગુજરાતના આ વિસ્તારમાં રાત્રે સતત બે દિવસથી ડ્રોન ઉડતા જોવા મળતા ભયનો માહોલ
આણંદ અને ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રીના સમયે આકાશમાં ડ્રોન કેમેરા ઉડતા જોવા મળતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, કઠલાલના આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.
આણંદ: આણંદ અને ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રીના સમયે આકાશમાં ડ્રોન કેમેરા ઉડતા જોવા મળતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, કઠલાલના આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરડી ગામની સીમ વિસ્તારમાં શંકાસ્પદ 6 જેટલા ડ્રોન દેખાયા હતા. સતત બે દિવસથી 6 જેટલા ડ્રોન દેખાતા અરડીના ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઉપરાંત એક શંકાસ્પદ ડ્રોન નીચે પડતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું છે. રાત્રિના સમયે ઉમરેઠના અરડી વિસ્તારમાં ડ્રોન દેખાતા હાલમાં ગ્રામજનોની નજર આકાશ તરફ મંડાયેલી રહે છે. આ વિસ્તારમાં રાત્રી 10થી સવાર સુધી ડ્રોન દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે. સતત બે દિવસથી ડ્રોન દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, ગુજરાતમાં 2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ
Surat : સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad bullet train) પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે (Darshana Jardosh) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા.
2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે. બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.