(Source: ECI/ABP News/ABP Majha)
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
કમોસમી વરસાદથી કેસર કેરી (mango)ના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યો.. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ 1200થી 1600 રૂપિયા વેચાઇ રહી છે.
Kesar Mango:ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગીરના સિંહની જેમ કેસર કેરી પણ ગુજરાતની ઓળખ છે. કેસરી કેરીના (mango) રસિયા આખુ વર્ષ આ ફળને પાકવાની અને તેની લિજ્જત માણવાની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેસર કેવીના રસિયા માટે માઠા સમાચાર છે. આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને તેમાં પણ અધુરામાં પુરી માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતાં કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેસર કરીને (kesar mango) ભાવ સતત ઉંચકાઇ રહયાં છે. જોકે કમોસમી વરસાદના વારાફરતી રાઉન્ડ આવતા કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છેય
કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યો.. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ 1200થી 1600 રૂપિયા વેચાઇ રહી છે. વહેલી સવારથી સુરત શહેરમાં મોસમનો મિજાજ બદલાયો છે અહીં આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર, તલ, મગ, કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.
અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. દસ કિલોના બોક્સનો રિટેલ ભાવ 1200થી 1300 રૂપિયા બોલાઇ રહ્યો છે.તાલાલાની જેમ અમરેલીમાં પણ આંબાના બાગ વધુ હોવાથી કેરીનું સારું એવું ઉત્પાદન થાય છે. જો કે ખેડૂતોના મતે આ વખતે ઠંડી આંબાના મોરને બરાબર ન મળતા તેની સીધી અસર પાક પર થઇ છે. આ વખતે કેસરી કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ઉપરથી કમોસમી વરસાદ પડતાં ભાવ પહેલાથી ઊંતા બોલાઇ રહ્યાં છે.