શોધખોળ કરો
Advertisement
દ્વારકાઃ 35 વર્ષની યુવતીને 22 વર્ષના યુવક સાથે બંધાયા સંબંધ, રાત્રે પતિને ઘેનની ગોળી ખવડાવીને સૂવાડીને પ્રેમીને ઘરે બોલાવ્યો ને....
35 વર્ષની પરીણિતાને 22 વર્ષના યુવાન સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. આ સંબંધોમાં પતિ નડતરરૂપ હોવાથી યુવતીએ પતિને રાત્રે ઘેનની ગોળી ખવડાવીને સૂવડાવી દીધો હતો
દ્વારકાઃ દ્વારકામાં 35 વર્ષની પરીણિતાને 22 વર્ષના યુવાન સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. આ સંબંધોમાં પતિ નડતરરૂપ હોવાથી યુવતીએ પતિને રાત્રે ઘેનની ગોળી ખવડાવીને સૂવડાવી દીધો હતો. એ પછી પ્રેમીને બોલાવ્યો હતો. પ્રેમી સાથે મળીને યુવતીએ પતિની ઉંઘમાં જ મોટો પથ્થર મારીને હત્યા કરી નાંખી હતી. પતિની હત્યા કર્યા પછી યુવતી કંઈ ના બન્યું હોય તેમ પ્રેમી સાથે રંગરેલિયાં મનાવીને સૂઈ ગઈ હતી.
દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના અરવિંદભાઈ અસ્વાર નામનો યુવક રાત્રે આગાસીમાં સૂતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી. તેની પત્ની અને બે બાળકો નીચે રૂમમાં સૂતા હતા ત્યારે રાત્રે માથાના ભાગે પથ્થર મારીને કોઈ જતું રહ્યું હતું.
આ અંગે અજાણ્યા ઇસમ સામે હત્યા નિપજાવી હોવાનો ગુન્હો દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ કરતાં અરવિંદભાઈના પત્નીએ ખંભાળિયા રહેતા તેમના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અરવિંદભાઈના પત્ની પૂનમબેનને પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
35 વર્ષની પૂનમને ખંભાળિયા ખાતે આવેલ શિવ ગેસ્ટ હાઉસ પાછળ રહેતા એજાજભાઈ કાસમભાઈ ગજ્જણ (ઉવ.22) સાથે સંબંધ હતા. બંને ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતા પણ પતિ અરવિંદભાઈ નડતરૂપ હોવાથી બંનેએ તેને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં ઘડ્યું હતું. પૂનમે રાત્રે જમવામાં અરવિંદભાઈને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી તેથી અરવિંદભાઈ તરત સૂઈ ગયો હતો. એ પછી પૂનમે પ્રેમી એજાજ ગજ્જણને બોલાવ્યો હતો. બંનેએ ઉપર જઈને અગાસી ઉપર પડેલો મોટો પથ્થર માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે આરોપીઓની અટક કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement