(Source: Poll of Polls)
પહેલા હું રોજ 600થી 700 રૂપિયા કમાતો પણ આંશિક લોકડાઉનને કારણે કામ બંધ થઈ ગયું હવે ઘર કેમ ચલાવવું...
સામાન્ય લોકોને મુખ્ય ત્રણ જરૂરિયાત હોય છે, રોટી કપડા ઓર મકાન. આંશિક લોકડાઉનના કારણે અનેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આવક બંધ થઇ જતાં ઘર કઈ રીતે ચલાવવું તેના સવાલો ઉભા થયા છે.
રાજકોટઃ કોરોનાએ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી કરી નાખી છે ખાસ કરીને રોજ નું કમાઈને રોજ ખાતા લોકો માટે મીની લોકડાઉને હાલત કફોડી કરી નાખી છે. રાજકોટના જ એક એવા પરિવાર સાથે એબીપી અસ્મિતા એ ખાસ વાતચીત કરી રાજકોટ ના દરજી કામ કરતા પરિવાર ને લોકડાઉન થી શું અસર થઈ તે બાબતે અમે પરિવાર સાથે ખાસ વાતચીત કરી.
સામાન્ય લોકોને મુખ્ય ત્રણ જરૂરિયાત હોય છે, રોટી કપડા ઓર મકાન. આંશિક લોકડાઉનના કારણે અનેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આવક બંધ થઇ જતાં ઘર કઈ રીતે ચલાવવું તેના સવાલો ઉભા થયા છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મહેશભાઈ મહિપાલના પરિવારમાં તેમના માતા પત્ની અને એક દીકરો છે મહેશભાઈ મહિપાલ પોતાના ઘરે જ સિલાઈ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે હાલમાં જોઇ શકાય છે કે આંશિક લોકડાઉનના કારણે તેમનું સિલાઈ મશીન બંધ થઈ ગયું છે એટલે કે મહેશભાઈ મહિપાલ ની આવક પણ બંધ થઈ ગઈ છે. તેમને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ 600 થી 700 રૂપિયા નું કામ થતું હતું પરંતુ મીની લોકડાઉન આવ્યું એટલે કામ બંધ થઈ ગયું છે હવે ઘર કઈ રીતે ચલાવવું તે મોટો પ્રશ્ન છે. મકાનના હપ્તા ભરવા માટે અને ઘર ચલાવવા માટે પણ મિત્રો પાસેથી ઉછીના ઉદ્ધાર કરવા પડશે.
એબીપીએ મહેશભાઈ મહિપાલના મિત્ર સાથે વાત કરી તો તેમણે પણ જણાવ્યું કે આ એક પરિવાર નહીં પરંતુ રાજકોટ માં જ એવા અનેક પરિવારો છે કે જે રોજનું લઈને રોજ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. સરકાર દ્વારા ઘઉં અને ચોખા આપવામાં આવે છે. પરંતુ માત્ર ઘઉં ચોખા થી ઘર ચાલવાનું નથી. મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના પરિવારો ને હાલ ને મોંઘવારીના સમયમાં ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે.
આ તો થઈ રાજકોટના એક પરિવારની વાત પરંતુ રાજ્યભરમાં એવા અનેક પરિવારો હશે કે હાલની પરિસ્થિતિ માં ઘર કઈ રીતે ચલાવવું. જે લોકો રોજે રોજ કમાઈને રોજેરોજ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવા લોકો માટે હાલનો સમય કપરો સાબિત થઇ રહ્યો છે. એક બાજુ મોંઘવારી નો માર લોકો સહન કરી રહ્યા છે તો બીજી તરફ તેની લોકડાઉનના ના કારણે અનેક પરિવારો એવા છે કે જેમને આવક બંધ થઈ ગઈ છે. ખરેખર સરકારે આવા પરિવારો માટે વિચારવા જેવું છે.