Earthquake: ભચાઉ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો વિગત
Earthquake: આજે સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
Bhuj Earthquake: ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. આજે સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 17 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.
થોડા દિવસ પહેલા ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં અનુભવાયા હતા ભૂકંપના ઝટકા
ઉત્તરાખંડના ઉત્તરાકાશીની ઉપરથી આપદા હટવાનુ નામ નથી લઇ રહી. ગત ગુરુવાર- શુક્રવારની રાત્રે 2.12 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિએક્ટર સ્કેલ મેપ પર ભૂંકપની તીવ્રતા 2.9 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતુ, જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. જોશીમઠની જમીન પહેલાથી જ ધરતીમાં દબાઇ રહી છે. ભૂંઘસારાના કારણે 760 ઘરો એવા ચિન્હિત કરવામાં આવ્યા છે, જેમાં આંશિક રીતે કે ગંભીર રીતે તિરાડો પડી ગઇ છે. આમાં કેટલાય ભવનો ગંભીર સ્થિતિમાં છે જેના કારણે તેને તોડવામાં આવશે. આવામાં ભૂકંપના ઝટકા આવ્યા બાદ લોકોમાં ડર પેદા થઇ ગયો છે, કે પહેલાથી જ કમજોર ઘરોને આ ભૂંકપના ઝટકા વધુ નુકશાન ના પહોંચાડી દે.
કચ્છમાં થોડા દિવસ પહેલા ધ્રુજી હતી ધરા,રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો
કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર આ ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઇ છે. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.