(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: સાવરકુંડલા શહેરમાં ધરતીકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Savarkundla News: સાવરકુંડલાના મામલતદારે ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે.
Amreli: સાવરકુંડલા તાલુકાના મીતીયાળામાં સતત આવી રહેલા આંચકા બાદ સાવરકુંડલા શહેરમાં લોકોએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો હતો. ધરતીકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. સાવરકુંડલા શહેરમાં ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવરકુંડલાના મામલતદારે ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
સાવરકુંડલાના આ ગામમાં એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આવતા ગ્રામજનોમાં ફફડાટ
સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ છે. ગામના સરપંચે મીડિયાને ધરતીકંપના આંચકાની માહિતી આપી છે.
ગામના 50 ટકા મકાનો કાચા
આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે. નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.
ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે લોકો
છેલ્લા બે વર્ષથી ગામ લોકો ભૂકંપના નાના મોટા આંચકા અનુભવી રહ્યા છે. જેના કારણે તેઓ ભયના ઓથાર નીચે જીવે છે. ગત ઉનાળાથી ભૂકંપના આંચકા ચાલુ થયાં છે. ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતું એક ડુંગર આવેલો છે. મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે.