Election 2024 Live Update: CM કેજરીવાલની ધરપકડ સામે રાજકોટ- સુરતમાં AAPનો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત
Election 2024 Live Update: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

Background
Election 2024 Live Update: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ કુલ 57 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદી તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં અરુણાચલ પ્રદેશની 2 બેઠકો, ગુજરાતની 11 બેઠકો, કર્ણાટકની 17 બેઠકો, મહારાષ્ટ્રમાં 7 બેઠકો, રાજસ્થાનની 6 બેઠકો, તેલંગાણાની 5 બેઠકો, પશ્ચિમ બંગાળની 8 બેઠકો અને એક બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પુડુચેરીના નામ જાહેર કરવામાં આવ્યા છે.લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 ગુજરાતની બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.
લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુરૂવાર 21 માર્ચે સાંજે લોકસભાની બેઠક માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ 57માં 11 ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.
કોંગ્રેસે લોકસભાની 11 બેઠકો માટે જાહેર કર્યાં ઉમેદવારો
સુરતથી નિલેશ કુંભાણીને આપી ટિકિટ
પાટણથી ચંદનજી ઠાકોરને આપી ટિકિટ
ગાંધીનગરથી સોનલબેન પટેલને આપી ટિકિટ
સાંબરકાંઠાથી તુષાર ચોઘરીને આફપી ટિકિટ
જામનગર જેપી મારવિયાને આપી ટિકિટ
અમરેલીથી જેની બેન ઉતરે મદાને
આણંદથી અમિતભાઇ ચાવડાને આપી ટિકિટ
ખેડાથી કાળુંસિંહ ડાભીને આપી ટિકિટ
પંચમહાલથી ગુલાબસિહ ચોહાણને આપી ટિકિટ
દાહોદથી પ્રભાબેન તાવિયાદને આપીટિકિટ
છોટા ઉદેપુરથી સુખરામભાઇ રાઠવા
ભાજપે 276 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, એવું માનવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકે છે. વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી પહેલા 195 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા 72 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. હવે પાર્ટીએ ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે બે યાદીમાં 21 ટકા સાંસદોની ટિકિટ રદ કરી હતી.
ત્રીજી યાદી જાહેર કરતા પહેલા ભાજપે બે યાદીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં પાર્ટીએ 21 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી. બંને યાદીઓમાંથી, ભાજપે 63 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી, જેમાંથી 2એ પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
રોહન ગુપ્તાએ રાજીનામું ન આપવું જોઈએ
બિમલ શાહે કહ્યું કે આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ. પહેલા ઉમેદવારી પરત ખેંચી, હવે રાજીનામું આપ્યું તેના પર સંદેશ. રાજીનામું આપવાનો રોહન ગુપ્તાનો નિર્ણય ખોટો છે. રોહન ગુપ્તાને નાની ઉંમરમાં કૉંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. કોગ્રેસ નેતા હિંમત સિંહે કહ્યું કે રોહન ગુપ્તાનું કૉંગ્રેસમાંથી જવું દુઃખદ વાત. 40 વર્ષથી તેમનો પરિવાર કૉંગ્રેસમાં હતો. રોહન ગુપ્તાએ કૉંગ્રેસ સાથે રહેવું જોઈએ. રોહન ગુપ્તાએ રાજીનામું પરત ખેંચી લેવુ જોઈએ. કોગ્રેસના અન્ય નેતા નરેન્દ્ર રાવતે કહ્યું કે રોહન ગુપ્તાને રાષ્ટ્રીય નેતાઓ સાથે સંપર્ક હતો. રોહન ગુપ્તાએ રાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરવી જોઈતી હતી. રોહન ગુપ્તાએ રાજીનામું ન આપવું જોઈએ.
રાજકોટની બેઠકને લઈ કૉંગ્રેસમાં ગુંચવાયું કોકડું
રાજકોટની બેઠકને લઈ કૉંગ્રેસમાં કોકડું ગુંચવાયું હતું. પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાય તેવી શક્યતા હતી. હવે હેમાંગ વસાવડાને ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે. વસાવડાએ કહ્યું કે રોહન ગુપ્તા આવુ કેમ કર્યુ તે ચર્ચાનો વિષય છે. હું રાજકોટથી ચૂંટણી લડવા માંગુ છું. હાઈકમાન્ડ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ. આગામી બે દિવસમાં રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર થશે. મારે અને પરેશભાઈને કોઈ વાતચીત થઈ નથી.






















