Gujarat Assembly Elections: લલિત કગથરાએ સાંસદ મોહન કુંડારિયા પર કર્યા આકરા પ્રહારો
Gujarat Assembly Elections: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા હાલમાં ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર અંતર્ગત તેઓ પાનેલી ગામે પહોંચ્યા હતા.
Gujarat Assembly Elections: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા હાલમાં ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર અંતર્ગત તેઓ પાનેલી ગામે પહોંચ્યા હતા જ્યાં તેમણે સાંસદ મોહન કુંડારિયા પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. પાનેલી ગામે મોહન કુડાંરિયાને વર્ષો સુધી મત આપ્યા હતાં. સાસદ મોહન કુંડારીયા પાનેલી ગામે ક્યારેય હાઈસ્કૂલ ન લાવી શક્યા. અધિકારીએ સાથે બાજીને હું હાઇસ્કુલ લાવ્યો છું. મોહન કુંડારિયા વર્ષમાં ક્યારેય હાઇસ્કુલ લાવી શક્યા નહિ. મોહન કુંડારિયાએ ક્યારે આરોગ્યનો કેમ્પ કરી શક્યા નહિ.
ત્યાર બાદ ટંકારા પડધરીના કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરા ગીડચ ગામ પહોંચ્યા હતા. ગામના ચોરે ગામના લોકો સાથે ચર્ચા કરી હતી. ગામના ચોરે ખેડૂતો અને માલધારીઓ સાથે ચર્ચા હતી. ગામના ખેડૂતોએ લલિત કગથરાને લાઈટના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લલિત કગથરાએ કહ્યું 2017માં પણ આ પ્રશ્ન હતો, 2022માં પણ લાઈટનો જ પ્રશ્ન છે. લલીત કગથરાએ કહ્યું કે ઉદ્યોગોમાં જ્યારે લાઈટ કાપ મૂકવામાં આવે ત્યારે વળતર આપવામાં આવે છે. ખેડૂતોની લાઈટ કાપવામાં આવે ત્યારે કેમ વળતર નહીં. ગામના ખેડૂતોએ કહ્યું લાઈટ વારંવાર ઝટકા મારે છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્રશ્ન પાવર ટ્રીપિંગનો છે.
ગુજરાત NCP માં ડખાં
જ્યારથી દેવગઢ બારીયા સીટ પરથી એનસીપીના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. આજે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું. દેવગઢ બારીયાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. જે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું જેને લઈને દેવગઢબારિયા બેઠક પર ભાજપ સાથે એનસીપીએ ગોઠવણ કરી હોવાનો એનસીપીના નેતા વિજય યાદવે આક્ષેપ કરી વિરોધ કર્યો છે.
એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. NCPના રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવએ કહ્યું કે એનસીપીમાંથી દેવગઢબારિયા બેઠક માટે હું છેલ્લા એક બે વર્ષથી મહેનત કરતો હતો અને મારું નામ ઉમેદવાર તરીકે જાહેર થવાનું હતું. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન થયું ત્યારે દેવગઢ બારીયા બેઠક પરથી મારું નામ જાહેર થવાની જગ્યાએ કોઈ બીજાનું નામ જાહેર થયું. સાથે જ કહ્યું કે, ગુજરાત એનસીપીમાંથી અમે રાજીનામું નહીં આપીએ પરંતુ અમે રાષ્ટ્રીય નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું.
સૌરાષ્ટ્રની આ હાઇ પ્રોફાઇલ સીટ પર ઉમેવારે કર્યો બળદગાડામાં પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. રાજકો દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરાએ હરિ ઘવા રોડ પર બળદ ગાડામાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ નેતાનો અનોખો પ્રચાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રાજકોટ દક્ષિણ બેઠકમાં ત્રિપાંખીયો જંગ
રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.