શોધખોળ કરો

E-Vehicle: વિદ્યાર્થીઓમાં ઇ-વ્હીકલનો ક્રેઝ વધ્યો, સરકારી સહાયથી સ્કૂલ-કૉલેજના 53 હજાર વિદ્યાર્થીઓએ ખરીદ્યા ઇલેક્ટ્રીક વાહન

E-Vehicle: બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના' અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા છે

E-Vehicle: બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના' અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓએ વાહનો ખરીદ્યા છે, જે માટે ૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. આ અંગે કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ મહત્વની જાણકારી આપી છે.

સમગ્ર વિશ્વ આજે ગ્લૉબલ વૉર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે. 

આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ માં ધોરણ ૯ થી કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત 'દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના' અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૩,૦૦૦ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ-વાહનો ખરીદ્યા છે. જેમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી - GEDA દ્વારા અંદાજે રૂ. ૫૬ કરોડથી વધુની સહાય ડારેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવાઈ છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યુ હતુ. 

મંત્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર રૂ. ૪૮ હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. ૧૨ હજારની સહાય DBT દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે, દ્વિચક્રી વાહન ચલાવવાનો ખર્ચ માત્ર ૨૦ પૈસા પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. આ સિવાય ક્રુડ ઓઈલને આયાત કરાતું હોવાથી તેના હૂંડીયામણમાં પણ જંગી ખર્ચ થાય છે. આમ કલાઈમેટ ચેન્જની સમસ્યા વચ્ચે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ, પર્યાવરણનું જતન અને રાષ્ટ્રહિત એમ તમામ રીતે લાભદાયી છે. વિશ્વભરમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા આપણે ઈ-વાહનોનો ઉપયોગ વધારવો પડશે.

કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યના રિક્ષાચાલકો, મહિલા અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો, બેરોજગારોને રોજગારી આપવા તેમજ સહકારી મંડળીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એન.જી.ઓ., યાત્રાધામો જેવી સંસ્થાઓને પણ લાભ મળે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી બેટરી સંચાલિત 'ત્રિચક્રીય વાહન સહાય યોજના' અમલી બનાવી છે. આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિ વાહન રૂ. ૪૮ હજારની નાણાકીય સહાય પણ DBT દ્વારા આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯૨૫ લાભાર્થીઓને રૂ. ૪ કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. આ યોજનાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વવાળી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દ્રિચક્રીય વાહનો માટે ૭,૫૦૦ તેમજ ત્રિચક્રીય વાહનો માટે ૧,૦૦૦ નો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે.

વધુમાં મત્રીએ આ અંગે વાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા માટે તેમજ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનના વિકાસકારોને નાણાકીય પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહનનીતિ ૨૦૨૧થી અમલી બનાવી છે, 

ઇલેક્ટ્રિક વાહનોના મુખ્ય લાભ - 
ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી ઉપરાંત, ગ્લૉબલ વૉર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે. 

સાથે જ ઊર્જાની નોંધપાત્ર બચત, પેટ્રોલ-ડિઝલના વધુ ખર્ચથી મુક્તિ, બેટરી, મોટર કંટ્રોલર, ચાર્જર જેવા ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોવાથી ઓછો મેઇન્ટેનન્સ તેમજ મોબાઈલની જેમ બેટરીને ચાર્જ પણ કરી શકાય છે. આ ઉપરાંત બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનના ઉપયોગથી પેટ્રોલની બચત સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે. 

આ પણ વાંચો

આવતા જ ધૂમ મચાવશે 3 લાખની આ ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 1200 km દોડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget